Gift of 400 bed hospital to Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોના વાયરસના હાહાકાર વચ્ચે નીતિન પટેલે અમદાવાદીઓને આપી ખાસ ભેટ

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે નીતિન પટેલે અમદાવાદીઓને આપી ખાસ ભેટ

 | 4:09 pm IST
  • Share

દિવાળી (Diwali) અને તહેવારો (Festival)ના કારણે કોરોના વાયરસ (Corona Virus)ના કેસોની સંખ્યા વધી છે. ગુજરાત (Gujarat)માં અને તેમાં પણ ખાસ કરીને કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં તો ખાટલાની સાથો સાથ ડોક્ટરો (Doctors) પણ ખુટી પડ્યા છે. સ્થિતિ વધારે ના કથળે તે માટે આજે રાજ્ય સરકારે કિડની હોસ્પિટલમાં 400 કોવિડ બેડ (Covide-19 Bad)ની વ્યવસ્થા કરી છે. કેન્દ્ર સરકાર તરફથી વેન્ટિલેટર (Ventilator ) મળ્યા હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રી (Health Minister)અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) નીતિન પટેલે (Nitin Patel) અમદાવાદવા (Ahmedabad) સીઓને નવી 400 બેડની સુવિધાની ભેટ આપતા ઉમેર્યું હતું કે, 6 દિવસમાં કોરોનાના દર્દીઓ  (Corona Patient) ને સારવારને લગતી પુરતી વ્યવસ્થા હોસ્પિટલોમાં કરાઈ છે. જ્યારે આજે અમદાવાદને 400 નવા બેડની સુવિધા મળી છે. હાલમાં દર્દીઓને વેન્ટીલેટરની જરૂરિયાત વધારે પડી રહી છે, જેને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર તરફથી 82 વેન્ટીલેટરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગત અઠવાડિયે દર્દીઓને ક્યાં દાખલ કરવા તે એક મોટી સમસ્યા હતી. જેને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગ દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. તેમજ જરૂરિયાત પડવા પર 350 કરોડના ખર્ચે બનેલી નવી કિડની હોસ્પિટલને પણ કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ફાયર NOC પણ મળી ગઈ છે. બીયું પરમિશન પણ મળી ગઇ છે. 418 કોરોના દર્દીઓને દાખલ કરવાની તૈયાર પૂર્ણ થઈ છે.  સાથે જ ડોકટરો અને મેડિકલ સતાફ પણ હાજર જ છે. 1200 બેડમા 661 દર્દીઓ આજે દાખલ છે. જ્યારે 510 દર્દીઓ માટે પથરીઓ ખાલી છે. જૂની કેન્સર હોસ્પિટલમાં 145 દર્દીઓમાંથી 23 પથરીઓ ખાલી છે. જ્યારે કિડની હોસ્પિટલમાં 135માં 62 પથારી ખાલી છે. યુએન મહેતામાં 179 પથારી છે જેમાં 5 પથારી ખાલી છે. મેડિસિટીમાં 1710 માંથી 1120 દર્દીઓ છે.

તેમણે ઉમેર્યું હતું કે, 350 કરોડના ખર્ચે 10 માળનું બિલ્ડીંગ બનવવામાં આવ્યું છે. 80 વેન્ટિલેટર ભારત સરકારે આપ્યા છે. 56 વેન્ટિલેટર કિડની હોસ્પિટલમાં મુકવામાં આવ્યા છે જ્યારે બાકીના જરૂર પડે ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે. નીતિન પટેલે કહ્યું હતું કે, સિવિલ સંકુલની કિડની હોસ્પિટલમાં 13 હજાર લીટરની ઓક્સિજન ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક દર્દીઓની સેવામાં ઉપલબ્ધ છે. આજથી મંજુશ્રી કંપાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલ કે જે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કાર્યરત થશે તેમાં પણ 20 હજાર લીટરની લીક્વીડ ઓક્સિજનની ટેંક કાર્યરત છે. તેમજ અન્ય 20 હજાર લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડીકેટેડ હોસ્પિટલમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારના સહયોગથી ખૂબ જ ટૂંક સમયમાં ઓક્સિજન ટેન્કની જરૂરિયાત સંતોષવામાં આવી છે.

એન્ટિજન ટેસ્ટને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પણ કહેવાય છે. એન્ટિજન ટેસ્ટ પ્રોસેસ દરમિયાન દર્દીની લાળને નમૂના તરીકે લેવામાં આવે છે. આ અંતર્ગત વ્યક્તિના શરીરમાં વાઇરસ છે કે નહીં એ ફ્લોરોસન્સ ઇમ્યુનોએસે મેથડ દ્વારા શોધવામાં આવે છે. મોટી સંખ્યામાં ફિઝિશિયન્સ એન્ટિજન ટેસ્ટને ટેકો આપી રહ્યા છે. સતત વધી રહેલી RATની સંખ્યાએ ભારત સરકારનું ટેસ્ટિંગ વધારવા, શરૂઆતમાં ચેપ શોધી કાઢવા, ચેપગ્રસ્તોનું મેનેજમેન્ટ અને કોન્ટેક્ટ્સના આઇસોલેશનમાં ઘણી મદદ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન