Raksha Bandhan,Gadgets,Power Bank,bluetooth speaker,Xiaomi,JBL,Flipkart,Amazon,
  • Home
  • Raksha Bandhan
  • રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર Gift કરો આ પાંચ ગેજેટ્સ, કિંમત ફક્ત 500થી શરૂ

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર Gift કરો આ પાંચ ગેજેટ્સ, કિંમત ફક્ત 500થી શરૂ

 | 11:28 am IST

જો તમે રક્ષાબંધનના પર્વ પર કોઈ ગિફ્ટ આપવાનું વિચારી રહ્યા છો તો આજે આપને એવા Gadget વિશે જણાવીશુ જે તમને તમારી બહેનને ભેટ આપવાના કામમાં આવશે. આ રવિવાર એટલે કે 26મી ઓગષ્ટે રક્ષા બંધનનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર તમારી બહેનને એવી ભેટ આપો કે તે તેના માટે યાદગાર બની જાય.આજના ટેક્નોલોજીના યુગમાં, ગેજેટ્સ ખુબ જ સારો વિકલ્પ છે.જો તમે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર તમારી બહેનને સરસ ગેજેટ ભેટ આપવાનું વિચારી રહ્યા હો, તો અમે તમારી મદદ કરીશું. અમે તમને કેટલાક ગેજેટ્સની માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે એક વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તો ચાલો ટોપ 5 કૂલ ગેજેટ્સની યાદી જોઈએ.

Bluetooth Speakers- જો તમારી બહેન સંગીત સાંભળવાની શોખીન હોય તો તમે તેમને બ્લૂટૂથ સ્પીકરને ભેટ આપી શકો છો. ઓનલાઈન માર્કેટમાં, તમે સરળતાથી Xioami, JBL, Wonderboom, ફિલિપ્સ જેવા કંપનીઓનાં બ્લૂટૂથ સ્પીકર્સ શોધી શકશો.

Power Bank-વાય-ફાઇ ઉપકરણો અને વાયરલેસ હેડફોન ઉપરાંત, તમે તમારી બહેનને પાવર બૅન્ક પણ ભેટ આપી શકો છો. ઓનલાઇન પાવર બેન્ક તમને 500 રૂપિયામાં મળશે માર્કેટમાં 10000 એમએએચથી 20000 એમએએચની પાવરબેન્ક વેચાણ માટે હાજર છે. તેમની કિંમત રૂ.600થી 1,500 થાય છે.

Hotspot Device-આ સૂચિમાં પ્રથમ Hotspot Device મૂકવામાં આવ્યું છે બજારમાં એરટેલ હૉટ-સ્પોટ ડિવાઇસ ઓછી કિંમતે હાજર છે જે તમારી બહેન માટે સારી ભેટ છે. હોટસ્પોટ ડિવાઇસનો ઉપયોગ કરીને, ઇન્ટરનેટનો સરળતાથી અથવા ઘરે અથવા બહારના સ્થળે ઉપયોગ કરી શકાય છે. એકંદરે તેને મોબાઇલ વાય-ફાઇ રાઉટર કહેવાય છે.

Wireless Headphones- વાયરલેસ હેડફોન્સને આ સૂચિમાં બીજા નંબર પર મૂકી છે. Wireless Headphones રક્ષાબંધનન ગિફ્ટ માટે સારો વિકલ્પ છે.બજારમાં ઑફલાઇન અને ઓનલાઇન વાયરલેસ હેડફોન્સ ઘણા વિકલ્પો સાથે વેચાણ માટે ઉપલબ્ધ છે. સારી ગુણવત્તાના વાયરલેસ હેડફોન સરળતાથી 1300-2000 રૂપિયા વચ્ચે ઓનલાઇન ઉપલબ્ધ છે.

Fitness Band-સ્વાસ્થ્ય વિશે ચિંતા કોણ નથી કરતું, એવી રીતે, તમે તમારી બહેનને ફિટનેસ ટ્રેકરને બેન્ડ ભેટમાં આપી શકો છો. ફિટનેસ બેન્ડ બજારમાં ઓછા ભાવે વેચાણ માટે ઉપલબ્ધ છે. આમાં, સ્નેપડીલ, ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ્સ પર, તમે તેને રૂ. 2,000થી ઓછી કિંમતે મેળવી શકો છો.