Gift Scooter to your Sister on this Raksha Bandhan
  • Home
  • Featured
  • રક્ષાબંધન પર બહેનને શું ભેટ આપવી વિચારી રહ્યા છો! તો આ રહ્યા સારા વિકલ્પ

રક્ષાબંધન પર બહેનને શું ભેટ આપવી વિચારી રહ્યા છો! તો આ રહ્યા સારા વિકલ્પ

 | 8:34 pm IST

15મી ઓગસ્ટે ભાઈ-બહેનનો તહેવાર આવી રહ્યો છે. આ દિવસ બહેન ભાઈના હાથ પર રાખડી બાંધી તેની સર્વ પ્રકારે રક્ષા ઇચ્છે છે. જ્યારે ભાઈ પણ બહેનની રક્ષાનો વચન ઉપરાંત કોઈ ભેટ આપે છે. જોકે આ દિવસ ભાઈ બહેનને શું ભેટ આપવી તે વિશે મોટાભાગે વિચારતા હોય છે. જો તમે પણ આવું જ કંઇક વિચારી રહ્યા છો તો તમારી પાસે હવે આ વિકલ્પ છે.

તમે રક્ષાબંધનના દિવસે બહેનને ગિફ્ટમાં ટૂ-વીલર પણ આવી શકો છો. જે ઘણા સ્ટાઇલિશ, બજેટમાં અને શાનદાર માઇલેજ આપે છે. આ ક્રમમાં પહેલી છે ટીવીએસની સ્કૂટી પેપ પ્લસ જે ખૂબજ સ્ટાઇલિશ સ્કૂટર છે અને ખાસ મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ 7 કલર્સમાં ઉપલબ્ધ છે. ઉપરાંત આમાં 87.8cc એન્જિન, 95 કિમીનું વજન, 5 લીટર ફ્યૂલ ટેંક કેપેસિટી છે. આ સિવાય સ્કૂટરમાં મોબાઇલ ચાર્જર સોકિટ, વધુ સ્ટોરેજ સ્પેસ, સાઇડ સ્ટેન્ડ અલાર્મ જેવી સુવિધાઓ પણ છે. આની શરૂઆતી કિંમત 43,264 રૂપિયા છે. જ્યારે માઇલેજ 68 કિમી પ્રતિ લીટર છે.

બીજા વિકલ્પમાં હોંડાનું પોપ્યુલર એક્ટિવા સિરીઝનું આ સ્કૂટર પણ ખાસ રીતે મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 109.19cc એન્જિન છે. આ સ્કૂટર 5 કલર્સમાં ઉપલબ્ધ છે. જેની માઇલેજ 66 કિમી પ્રતિ લીટર છે. એક્ટિવા આઈની શરૂઆતી કિંમત 51,254 રૂપિયા છે. આ સિવાય હીરો પ્લેઝર મોટોકોર્પ છે જે ઘણું સ્ટાઇલિશ છે. જેમાં 102cc એન્જિન છે. આ સ્કૂટર 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પ્લેઝરનું માઇલેજ 63 કિલોમીટર પ્રતિ લીટર છે. જેની શરૂઆતી કિમત 45,600 રૂપિયા છે.

આ સિવાય સુઝુકીનું એક્સેસ 125 સ્કૂટર છે. જે રક્ષા બંધન નિમિત્તે બહેનને ગિફ્ટ કરી શકો છે. આ સ્કૂટરમાં 125cc એન્જિન છે અને તેની માઇલેજ 64 કિમી પ્રતિ લીટર છે. આ સ્કૂટરમાં કલરના 6 ઓપ્શન મળશે. સુઝુકી એક્સેસની શરૂઆતી કિંમત 55,977 રૂપિયા છે.

આ વીડિયો પણ જુઓ: પોરબંદરના ઘેડ પંથકમાં પાણી ભરાતા પાક નિષ્ફળ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન