Gilgit-Baltistan is Technically part of India : EX Director of EC
  • Home
  • Featured
  • પાકિસ્તાનને વધુ એક થપાટ, આ વિશાળ પ્રદેશને લઈને યૂરોપ તરફથી આવ્યા સંકેત

પાકિસ્તાનને વધુ એક થપાટ, આ વિશાળ પ્રદેશને લઈને યૂરોપ તરફથી આવ્યા સંકેત

 | 6:09 pm IST

એક તરફ જ્યારે પાકિસ્તાન કાશ્મીર મામલે દુનિયાભરમાં હવાતીયા મારી રહ્યું છે ત્યારે યૂરોપ તરફથી તેને કમારતોડ ફટકો પડ્યો છે. યૂરોપિયન કમિશના પૂર્વ ડાયરેક્ટરે ગિલગિત બાલ્ટિસ્તાનને ટેકનિક રુપથી ભારતનો ભાગ ગણાવ્યો છે. તેમણે આ નિવેદન આર્ટિકલ 370 હટાવ્યા પછી આ મુદ્દા પર બોલતા કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આર્ટિકલ 370 હટવાથી વાસ્તવમાં કાશ્મીરના લોકોને આર્થિક તક મળશે.

ગિલગિત બાલ્ટિસ્તાન વિશે બોલતા યૂરોપિયન કમિશના પૂર્વ ડાયરેક્ટર બ્રાયન ટોલે કહ્યું હતું કે, એ ઘણું જરુરી છે કે ગિલગિત બાલ્ટિસ્તાનના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્થાન મળે. આ મુદ્દો ઘણો જરુરી છે. ત્યાંના લોકોને પોતાનો અવાજ મળવો જોઈએ અને આ અવાજને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ દ્વારા નિયંત્રિત કરવો જોઈએ નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે, બાલ્ટિસ્તાન વિસ્તાર વિશે કહ્યું હતું કે આર્થિક તકો સિવાય, વિસ્તારના લોકો પ્રાસંગિક રાજનીતિક સંગઠનોમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાય તે પણ જરુરી છે.

ગત વર્ષે 21 મે ના રોજ ઇમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈ સરકારે ગિલગિત-બાલ્ટિસ્તાન ઓર્ડર-2018 જાહેર કર્યો હતો. આ રીતે ગિલગિત-બાલ્ટિસ્તાન ઇમ્પાવરમેન્ટ એન્ડ સેલ્ફ ગર્વનન્સ ઓર્ડર ઓફ 2009ને ખતમ કરી દીધો હતો. આ પગલાંનો ગિલગિત-બાલ્ટિસ્તાનના લોકોએ ઘણો વિરોધ કર્યો હતો. કારણ કે આ પગલું તેમને પુછ્યા વગર ઉઠાવ્યું હતું. ભારતે પણ પાકિસ્તાનના આ પગલાંનો ઘણો વિરોધ કર્યો હતો.

આમ કાશ્મીર મામલે કાગારોળ મચાવતા પાકિસ્તાન માટે યૂરોપિયન કમિશના પૂર્વ ડાયરેક્ટરનું આ નિવેદન આંચકા સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન