Amreli in 14 Lion Drinking Water In Gir Forest Social Media In Video Viral
  • Home
  • Videos
  • જંગલનો રાજા ગરમીથી અકળાયો, એકસાથે 14 સાવજોએ કુંડી પાસે ઠંડક મેળવી, જુઓ Video

જંગલનો રાજા ગરમીથી અકળાયો, એકસાથે 14 સાવજોએ કુંડી પાસે ઠંડક મેળવી, જુઓ Video

 | 3:21 pm IST

સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં એટલી ગરમી પડી રહી છે કે ગીરના વનરાજો પણ અકળાઇ ઉઠ્યા છે. આજે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આજે એક સાથે 14 સિંહ પાણીની કુંડી પાસે આવી પહોંચ્યા હતા. એક સાથે 14 સિંહો પાણીની કુંડી પાસે આવીને પોતાની તરસ છીપાવીને ઠંડક મેળવી રહ્યા છે. હાલ આ વીડિયો આંબરડીના માણાવાવ પાસેનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. આવો અગાઉ પણ એક 11 સિંહના ટોળાનો વીડિયો વાયરલ થયો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગીરના જંગલના 14 સિંહો ગરમીને કારણે અકળાયા હોવાનું વીડિયો પરથી લાગી રહ્યું છે. જેથી તેઓ ગરમીથી ત્રસ્ત થઈ 14 જેટલા સિંહોએ દિવસ દરમિયાન જંગલ છોડ્યું હતું અને એક સાથે સમૂહોમાં ગરમીને કારણે પાણીની કુંડી પાસે પાણી પીવા ધસી આવ્યા હતા. આ વીડિયો અમરેલીના આંબરડી માણાવાવ વચ્ચેનો હોવાનું મનાઇ રહ્યું છે. 14 સિંહો ગરમીને કારણે પાણી પીતા હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં હાલ જોરદાર વાઇરલ થઇ રહ્યો છે. આ અગાઉ 11 સિંહોનું ટોળું સાસણ ડી સી એફ સંદીપ કુમારે કેમેરામાં કેદ કર્યું હતું. એકી સાથે 14 સિંહોનું ટોળું ફરી કેમેરે કેદ થતા સિંહ સંરક્ષણમાં વધારો થયો હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન