gir sasan lion video goes viral video on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • સાસણ ગીર જતાં પ્રવાસીઓ માટે જોખમ, જુઓ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો

સાસણ ગીર જતાં પ્રવાસીઓ માટે જોખમ, જુઓ શ્વાસ થંભાવી દે તેવો વીડિયો

 | 7:40 pm IST

ગીર-સાસણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સાસણના પ્રવાસીઓ માટેનો જોખમી વીડિયો સામે આવ્યો છે. તેમાં પ્રવાસીઓને જીપ્સીમાં લઈ જતા રૂટ પર નજીકથી સિંહ જોવા પ્રવાસીઓ જાય છે. જેમાં આ સિંહ જો પ્રવાસી પર હુમલો કરી બેશે તો જવાબદાર કોણ ?

પ્રવાસીઓને જીપ્સીમાં લઈ જતા રૂટ પરના વીડિયોમાં સિંહ જીપ્સીથી બે ફૂટ જ દૂર જોવા મળી રહ્યો છે. આજ સુધીની ભાગ્યે જ બનેલી ઘટનામાં પ્રવાસીઓને લઈને આવતી જીપ્સીની નજીક સિંહ હોવાથી પ્રવાસીઓના પણ શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. આટલી નજીકથી સિંહ જોવા એ પ્રવાસીઓ માટે કદાચ જોખમી પણ સાબિત થઈ શકે છે.

આ વીડિયો થોડા દિવસો પહેલાનો જ હોવાની વનવિભાગમાં ચર્ચા ચાલે છે. જેમાં આ વીડિયો જોઇ સૌ કોઇ ચોકી જાય છે, ત્યારે આ ગંભીર પ્રકારના દ્રશ્યોની વનવિભાગે તપાસ કરવી જરૂરી છે. સિંહને વનવિભાગે પાલતુ તો નથી બનાવી દીધા ને. જિપ્સી રૂટના સિંહ પાલતુ જેવા થઈ ગયા હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન