ખેડૂતોના આંદોલનની આગ ગુજરાતમાં ભડકી, શાકભાજી અને દૂધ રસ્તા પર ફેક્યા - Sandesh
  • Home
  • Bhavnagar
  • ખેડૂતોના આંદોલનની આગ ગુજરાતમાં ભડકી, શાકભાજી અને દૂધ રસ્તા પર ફેક્યા

ખેડૂતોના આંદોલનની આગ ગુજરાતમાં ભડકી, શાકભાજી અને દૂધ રસ્તા પર ફેક્યા

 | 1:42 pm IST

દેશભરના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સ્વામીનાથન કમિશનની ભલામણો લાગૂ કરવાની માંગ સાથે 1 જૂનથી શરૂ થયેલું ખેડૂતોનું વિરોધ પ્રદર્શન 10મી જૂન સુધી ચાલશે. આ દરમિયાન ખેડૂતો અલગ અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાતમાં પણ ખેડૂતોના આંદોલનની અસર જોવા મળી રહી છે. ગઇકાલે અમરેલીમાં થયેલા વિરોધ બાદ આજે ભાવનગર, ગીર-સોમનાથ સહિત જગ્યાએ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોના આંદોલનને પગલે સરકાર હરકતમાં આવી છે, તેમજ આઈબીને ખેડૂતોના આંદોલન પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે.

પાડવા જમીન સંપાદન મામલે ખેડૂતોનો એનોખો વિરોધ
ભાવનગરના પાડવા ખાતે જમીન સંપાદન મામલે ચાલી રહેલી લડતમાં આજે બાડી ગામ ખાતે ખેડૂતોએ રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો. આ પહેલા પણ ખેડૂતો અનેક વખત વિરોધ નોંધાવી ચુક્યા છે, પરંતુ આ વખતે ખેડૂતોએ અલગ જ રીતે જમીન સંપાદનનો વિરોધ નોંધાવ્યો છે.

ગીર-સોમનાથ જિલ્લામાં ખેડૂતોના આંદોલનની અસર
ગીર-સોમનાથમાં ખેડૂતોએ પોષણક્ષમ ભાવ નહીં મળતા અન્ય રાજ્યમાં ચાલી રહેલા પ્રદર્શન જેમ વિરોધ કરવાનું નક્કી કર્યું છે. સરખડી ગામે ખેડૂતોએ હંગામો મચાવ્યો હતો. ખેડૂતોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો. એટલું જ નહીં અહીંના ખેડૂતોએ દૂધ અને શાકભાજી નહીં વેચવાનું નક્કી કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન