ડોકટર બનવું છે, ફીના નાણાં નથી, શરીર વેચવા કાઢ્યું - Sandesh
  • Home
  • World
  • ડોકટર બનવું છે, ફીના નાણાં નથી, શરીર વેચવા કાઢ્યું

ડોકટર બનવું છે, ફીના નાણાં નથી, શરીર વેચવા કાઢ્યું

 | 1:42 pm IST

રશિયામાં આરિઆના નામની 20 વર્ષની એક યુવતી રહે છે. આ યુવતીને ડોકટર બનવું છે અને એટલા માટે જ વિદેશની કોઈ યુનિવર્સિટીમાં જઈને મેડિકલનો અભ્યાસ કરવો છે. જોકે વિદેશી યુનિવર્સિટીની તોતિંગ ફી ભરવા માટેનાં નાણાં એકઠાં કરવા માટે આરિઆનાએ અત્યંત ચોંકાવનારો નિર્ણય કર્યો છે.

યુવતીએ એસ્કોર્ટ-સર્વિસ પૂરી પાડતી વેબસાઇટ પર પોતાનો અન્ડરગાર્મેન્ટ પહેરેલો સેલ્ફી મૂકીને પોતાનું કૌમાર્ય વેચવા કાઢ્યું છે. આ માટે તેણે ઓનલાઇન હરાજી ગોઠવી છે, જેની બોલી 1.12 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. હદ તો ત્યાં છે કે આવું કરવામાં આ યુવતીને કશું જ ખોટું લાગતું નથી.

યુવતીએ બિનધાસ્ત કહ્યું હતું  કે ઓછા સમયમાં વધુ પૈસા કમાવાનો આ જ શોર્ટકટ છે અને વિદેશ જઈને ભણતાં-ભણતાં પાર્ટટાઇમ નોકરીની મજૂરી કરવા કરતાં આ વિકલ્પ વધારે સારો છે. આરિઆનાને પગલે તેની લોલિતા નામની બહેનપણીએ પણ આ જ કિંમતે પોતાનું કૌમાર્ય વેચવા કાઢ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન