NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • કેન્સરપીડિત પુત્રીએ રોતા કકળતા સારવાર માટે પિતા પાસે ‘ભીખ’ માંગી, આખરે મોતને ભેટી, જુઓ VIDEO

કેન્સરપીડિત પુત્રીએ રોતા કકળતા સારવાર માટે પિતા પાસે ‘ભીખ’ માંગી, આખરે મોતને ભેટી, જુઓ VIDEO

 | 3:24 pm IST

કેન્સર સામે લડત લડી રહેલી પુત્રી સારવાર માટે સતત પિતાને પોકારતી રહી પરંતુ આમ છતાં પથ્થરદિલ પિતાનું હ્રદય ન પીગળ્યું અને આખરે પુત્રી જિંદગીની જંગ હારી ગઈ અને મોતના મુખમાં ધકેલાઈ ગઈ. પુત્રીએ મરતા પહેલા પિતાને મદદ માટે ચોધાર આંસુએ કરેલો પોકાર કેમેરામાં કેદ થયો હતો અને આ વીડિયો ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો. લોકો હાલ આ નિર્દયી પિતા પર ફિટકાર વરસાવી રહ્યાં છે. પુત્રી સતત કહેતી રહી કે ઘર વેચી દો, પરંતુ મારા કેન્સરની સારવાર કરાવો. વાઈરલ થયેલો આ વીડિયો પુત્રીએ પિતાને વોટ્સએપ પર મોકલ્યો હતો.

સમગ્ર ઘટના આંધ્ર પ્રદેશના વિજયવાડાની છે. કેન્સર પીડિત પુત્રીનું નામ સાઈ શ્રી (13) હતું. સાઈને બોનમેરો કેન્સર હતું. તેની માતાએ પુત્રીની સારવાર પાછળ 40 લાખ રૂપિયા ખર્ચી નાખ્યાં હતાં. પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જણાવ્યું પરંતુ પિતાએ કોઈ જવાબ ન આપ્યો. એક અહેવાલ મુજબ પિતા મદામશેટ્ટી શિવકુમારે સાઈ શ્રી અને તેની માતા સુમા શ્રીને 8 વર્ષ પહેલા છોડી દીધા હતાં. અલગ થતા પહેલા માતા-પિતાએ પુત્રી સાઈ શ્રીના નામથી દુર્ગાપુરમમાં એક ઘર ખરીદ્યુ હતું. પિતા છોડીને જતા રહેતા માતા પુત્રી એકલા ઘરમાં રહેતા હતાં. ત્યારબાદ સાઈ શ્રીને કેન્સર થયું. થોડા મહિના પહેલા તો હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેણે સારવાર માટે પિતાને ઘર વેચી દેવા જણાવ્યું.

માતા સુમા શ્રી અગાઉ જ સારવાર પર 40 લાખ રૂપિયા ખર્ચી ચૂકી હતી અને હવે તેની પાસે રૂપિયા નહતાં. જેથી કરીને સાઈ શ્રીએ વીડિયો મેસેજ મોકલીને પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા માટે વિનંતી કરી પરંતુ પિતાએ કોઈ જવાબ ન આપ્યો. સાઈ શ્રીએ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ઘર વેચી દેવાની પરવાનગી માંગી, પિતાને અનેકવાર વિનંતી કરી પરંતુ બધી એળે ગઈ.

સાઈ શ્રીએ તેના વીડિયો સંદેશામાં પિતાને કહ્યું છે કે હું શાળાએ જવા ઈચ્છુ છું, મારા મિત્રો સાથે રમવા માંગુ છું. તેણે પિતાને વીડિયો ચેટ કરવાની પણ અપીલ કરી હતી જેથી કરીને પિતાને તે પોતાની કથળતી તબિયત અંગે જણાવી શકે. પરંતુ પિતા શિવકુમારે ઘર વેચવાની મંજૂરી ન આપી. આખરે સાઈ 14 એપ્રિલના રોજ આ દુનિયાને છોડીને જતી રહી.

પિતાએ ઘરને ખાલી કરાવવા મોકલ્યા હતા ગુંડાઓ

એવુ કહેવાય છે કે વીડિયો મેસેજ વાઈરલ થઈ જતા પિતાએ નારાજ થઈને માતા-પુત્રીને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી. પિતા પર એ પણ આરોપ છે કે તેણે તેલુગુ દેશમ પાર્ટીના એમએલએ બોન્દા ઉમામહેશ્વર રાવની મદદથી મામલાની પતાવટ માટે ગુંડાઓ મોકલ્યા હતાં. ગુંડાઓને શિવકુમાર નામની શખ્સે મોકલ્યા હતાં. કુમારને એમએલએના સમર્થક કહેવાય છે.

આ મામલે પોલીસ ઉપર પણ એવો આરોપ લાગ્યો છે કે તેઓએ ગુંડાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી નહી. વિજયવાડાના ડીસીપી પાલારાજૂએ કહ્યું કે સાઈ શ્રીની માતાને ઘર ખાલી કરવા માટે ફોનથી ધમકાવાય છે જેની તેમણે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલો હાલ સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમીશન (SHRC) પહોંચ્યો છે. એનજીઓ બલાલા હક્કુલા સંગમના પ્રેસિડેન્ટ અચ્યુતા રાવે કહ્યું કે SHRCમાં આ મામલે પીટીશન નોંધાઈ છે. તરત કાર્યવાહીની માંગણી કરાઈ છે. SHRCએ સિટી પોલીસ કમિશ્નર પાસે આ ઘટનાનો ડિટેલ રિપોર્ટ માંગ્યો છે.

;