અરવલ્લી જિલ્લામાં યમદૂતનાં ધામા, માર્ગ અકસ્માતમાં 5 વર્ષીય બાળકીનું મોત - Sandesh
  • Home
  • Gujarat
  • અરવલ્લી જિલ્લામાં યમદૂતનાં ધામા, માર્ગ અકસ્માતમાં 5 વર્ષીય બાળકીનું મોત

અરવલ્લી જિલ્લામાં યમદૂતનાં ધામા, માર્ગ અકસ્માતમાં 5 વર્ષીય બાળકીનું મોત

 | 9:51 pm IST

અરવલ્લી જિલ્લામાં કાળઝાળ ઉનાળામાં માર્ગો ઉપર યમદૂતે ધામા નાખ્યા હોય તેમ જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગત રોજ જિલ્લામાં માલપુર તાલુકાના ધોલેશ્વર અને જેતપુર પાસે સર્જાયેલા જુદા જુદા ર માર્ગ અકસ્માતમાં પ ર્વિષય બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે 1 જણને ઈજા પહોંચતાં માલપુર અને ભિલોડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ આપેલી જાણકારી મુજબ માલપુર તાલુકાના ધોલેશ્વર નજીક પૂરપાટ ઝડપે પસાર થતા ટેમ્પો (નં.જી.જે.-9-સીજે-2332)ના ચાલકે રોડની સાઈડ ઉભી રહેલ 5 વર્ષની બાળકી હેન્સવીને ટક્કર મારી ફંગોળી નાખતાં ગંભીર ઈજાથી બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે હીટ એન્ડ રનની ઘટનામાં બાળકીને મોતને ઘાટ ઉતારી ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. ટેમ્પાની ટક્કરે માસૂમ બાળાનું મોત નિપજતાં નાથાવાસના આદિવાસી ફળીયામાં રહેતા મેણાત પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે રમેશભાઈ મેણાતની ફરિયાદના આધારે માલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ભિલોડા તાલુકાના જેતપુર નજીક પૂરઝડપે ટેમ્પો લઈને પસાર થતા ટોરડા ગામના યોગેન્દ્રસિંહ ગોપાલસિંહ ભાટીએ સામેથી આવતી બાઈકને ટક્કર મારી ફંગોળી નાખતાં ચાલક કિશોર દેવજીભાઈ ગામેતીને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જનાર ચાલકે ખુદ ભિલોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન