અમરેલી: લાઠીમાં પ્રેમિકાના આપઘાત બાદ પરિવાર ઉપર પ્રેમીએ કર્યો હુમલો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • અમરેલી: લાઠીમાં પ્રેમિકાના આપઘાત બાદ પરિવાર ઉપર પ્રેમીએ કર્યો હુમલો

અમરેલી: લાઠીમાં પ્રેમિકાના આપઘાત બાદ પરિવાર ઉપર પ્રેમીએ કર્યો હુમલો

 | 10:46 am IST

અમરેલી લાઠીમાં એક યુવતીના આપઘાત બાદ તેના પ્રેમી અને પરિવાર પર હુમલો થયો હતો, તો સામા પક્ષે યુવતીના પરિવારજનોએ પણ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થઈ છે.

લાઠીમાં રહેતા યુવકની પિતરાઈ બહેન સાથે તે જ ગામમાં રહેતા મહેશ રમેશભાઈ સાથે પ્રેમસંબંધ હોઈ અને યુવતીએ ઝેરી દવા પી લેતા તે અંગેની શંકા રાખી ગઈ કાલે સાંજે રમેશભાઈ કુંભાર, તેનો દિકરો નીલેશ, મહેશ અને અજાણ્યા ડ્રાઈવરે અને અન્ય ત્રણ શખસોએ તલવાર, છરી, રિવોલ્વર, લાકડી તથા કુહાડી જેવા હથિયારો સાથે ચાવી વિજયભાઈના પરિવારને ગાળો આપી, ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સામા પક્ષે ગીધો સુખડીયા, ગોપો સુખડીયા, હરેશ ઉર્ફે બાદશા, ધોળીયો, કિસન ઉર્ફે કિશોર અને અન્ય ૮થી ૧૦ શખસોએ તે અંગેના મનદુઃખના કારણે તલવાર,પાઈપ, તાવીથા જેવા હથિયાર લઈ હુમલો કર્યાની નીલેશ રમેશભાઈ સાકરીયાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન