'દિલબર' સોન્ગની ધમાકેદાર બીટ્સ પર આ છોકરીએ કર્યો શાનદાર ડાન્સ, Viral Video - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘દિલબર’ સોન્ગની ધમાકેદાર બીટ્સ પર આ છોકરીએ કર્યો શાનદાર ડાન્સ, Viral Video

‘દિલબર’ સોન્ગની ધમાકેદાર બીટ્સ પર આ છોકરીએ કર્યો શાનદાર ડાન્સ, Viral Video

 | 4:29 pm IST

જોન અબ્રાહમની આવનારી ફિલ્મનું પ્રથમ સોન્ગ ‘દિલબર’ રિલીઝની સાથે જ ટોપ લિસ્ટમાં આવી ગયું હતું. ગાયક નેહા કક્કડના મધુર અવાજમાં આ રીમિક્સ સોન્ગ આ દિવસોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે.

હાલમાં ડાન્સના દીવાનો આ સોન્ગ પર અલગ અલગ ડાન્સ સ્ટેપના વિડીયો બનાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. આ સોન્ગ પર બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ નોરા ફતેહીએ જોરદાર ડાન્સ કર્યો છે. નોરા એક ફેમસ બેલી ડાન્સર છે અને આ ગીતમાં તેમને આ કૌશલ્યનો ખૂબ ઉપયોગ કર્યો છે.

અત્યારે આ સોન્ગ પર એક નવી ડાન્સર કનિષ્કાનો ડાન્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. હકીકતમાં કનિષ્કા એક ડાન્સર છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાન્સ વિડીયો શેર કરતી રહતી હોય છે. એવામાં આ નવા સોન્ગ પર કનિષ્કાના આ ડાન્સને યુટ્યુબ પર ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.