જે દાદાના ખોળામાં રમ્યા તે જ બન્યા પતિ, મોડે મોડે ખબર પડી - Sandesh
  • Home
  • World
  • જે દાદાના ખોળામાં રમ્યા તે જ બન્યા પતિ, મોડે મોડે ખબર પડી

જે દાદાના ખોળામાં રમ્યા તે જ બન્યા પતિ, મોડે મોડે ખબર પડી

 | 11:47 am IST

અમેરિકામાં 24 વર્ષની યુવતીએ અજાણતે તેના સગા દાદા સાથે લગ્ન કર્યાની ઘટના બની છે.. યુવતીને લગ્નના ત્રણ મહિના બાદ ખબર પડી તેનો વૃદ્ધ પતિ તેના જ સગા દાદા છે. . બે વર્ષ જેટલા સમય સુધી 68 વર્ષના કરોડપતિ વૃદ્ધ અને યુવતી લીવ ઈનમાં રહ્યા પછી બંનેએ લગ્ન કર્યા હતા અને મિયામીમાં ઠરીઠામ થયા હતાં.

યુવતીના વૃદ્ધ પતિએ એક દિવસ તેને પુછ્યું કે ફોટો આલબમ જોવો છે? યુવતીએ આ અંગે હા પાડી હતી. આલ્બમ જોતાં યુવતીની નજર એક ફોટો પર પડી જેમાં તેના પતિ સાથે એક પુરુષ હતો. આ પુરુષ અંગે યુવતીએ પુછ્યુ હતું કે આ વ્યક્તિ કોણ છે, ત્યારે વૃદ્ધ પતિએ કહ્યું હતું કે આ મારો પુત્ર છે. આ સાંભળી યુવતી હેરાન થઈ ગઈ હતી. કારણ કે તે તેના પિતા હતાં.

યુવતીએ જણાવ્યું હતું કે હું હાઈસ્કૂલમાં હતી ત્યારે એક યુવક સાથે મારું અફેર હતું. તેનાથી હું પ્રેગ્નેંટ થઈ હતી. આની જાણ મે મારા પિતાને કરી તો તેમણે ગુસ્સામાં મને ઘરમાંથી હાંકી કાઢી હતી અને ત્યારબાદથી હું મારા બાળક સાથે જેક્સનવિલેમાં એકલી રહેતી હતી. પોતાના અને બાળકનો ભરણપોષણ માટે એક ક્લબમાં ડાંસરની નોકરીમાં જોડાઈ હતી. પહેલા હતાશ થઈ પરંતુ અમારો સંબંધ મજબૂત છે આથી અમે છૂટાછેડા નથી લેવાના.

યુવતીના સિનિયર સિટિઝન પતિએ કહ્યું હતું કે આ મારા ત્રીજા લગ્ન છે. બીજા લગ્ન 2009માં આર્થિક તંગીને કારણે તૂટી ગયા હતાં. મે એક લોટરીની ટિકિટ ખરીદી હતી. આ નંબર સાથે મને મોટી લોટરી લાગી અને હું કરોડપતિ બની ગયો. વર્તમાન પત્ની સાથે મારી મુલાકાત ઓનલાઈન ડેટિંગ વેબસાઈટ પર થઈ હતી

વૃદ્ધે જણાવ્યું હતું કે તેનો પ્રોફાઈલ ફોટો જોયો ત્યારે મને જાણીતો લાગ્યો હતો. અમે મળ્યા ત્યારે પણ હું જાણી ન શક્યો કે તે આટલી ફેમિલિયર કેમ લાગે છે. માકા ‘બે લગ્ન તૂટી ગયા છે, હવે હું ત્રીજા લગ્ન તોડવા નથી ઈચ્છતો, મે તેને 2015માં ન્યૂ ઈયર વખતે પ્રપોઝ કર્યું ત્યારથી અમે સાથે રહીએ છીએ. હવે અમે અમારા સંબંધને નવી નજરથી જોઈએ છીએ, અમે ખૂબ જ ખૂશ છીએ. અમારો સંબંધ ખાસ અને પવિત્ર છે.આ દંપતિએ પોતાની ઓળખ જાહેર કરી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન