યુવતીએ કરાવી સફળ સર્જરી, પરંતુ બકરું કાઢતા ઊંટ પેઠું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • યુવતીએ કરાવી સફળ સર્જરી, પરંતુ બકરું કાઢતા ઊંટ પેઠું

યુવતીએ કરાવી સફળ સર્જરી, પરંતુ બકરું કાઢતા ઊંટ પેઠું

 | 9:16 am IST


અમેરિકાના કેલિફોર્નિયામાં 22 વર્ષની યુવતી સાથે એવી ઘટના ઘટી છે કે સર્જરીને કારણે તેનું જીવન નર્ક સમાન બની ગયું છે. યુવતી હવે સોશિયલ મીડિયા પર લોકો સમક્ષ મદદનો હાથ લંબાવે છે. તસવીરમાં દેખાતી આ યુવતી આમ તો સૌંદર્યવાન છે, પરંતુ આ જ સૌંદર્ય તેના માટે માથાનો દુખાવો બન્યો છે. થોડાક જ મહિના અગાઉ યુવતીનું વજન 181 કિલો હતું. સર્જરી કરાવી યુવતીએ તેના વજનમાં 108 કિલોનો ઘટાડો કર્યો હતો.

અમ્બર ફોરિલ નામની આ યુવતીનો સર્જરી પછી દેખાવ બદલાઈ ગયો છે, પરંતુ તે પોતે ખુશ નથી અને લોકો સમક્ષ મદદ માટે પોકાર કરે છે. અમ્બર હાલમાં પિઝા હટમાં ડિલિવરી ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેણે સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર લખ્યું હતું કે તે તેના આશયમાં સફળ થઈ છે પરંતુ સર્જરી તથા વજન ઓછું થતાં પેટની ત્વચા એટલી બધી લબડી પડી છે કે હું પોતે ડરી ગઈ છું. મારી પાસે એટલા બધા પૈસા નથી કે હું તેની સારવાર કરાવી શકું. તેણે Go Fund Me નામ સાથે પેજ બનાવી લોકો પાસે મદદ માગી છે. સારવાર માટે તેને રૂ. 19 લાખની જરૂર છે.