જામનગરમાં આઠમાં માળેથી અપરીણિત યુવતીએ મારી મોતની છલાંગ - Sandesh
  • Home
  • Gujarat
  • જામનગરમાં આઠમાં માળેથી અપરીણિત યુવતીએ મારી મોતની છલાંગ

જામનગરમાં આઠમાં માળેથી અપરીણિત યુવતીએ મારી મોતની છલાંગ

 | 5:37 pm IST

જામનગર શહેરના ડી.કે.વી.સર્કલ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાંથી આઠમાં માળેથી અપરિણિત વણિક યુવતીએ છલાંગ લગાવતાં તેણીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. પોલીસે આગળની તપાસ આરંભી છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર શહેરના ડી.કે.વી.કોલેજ સામે, આરામ હોટલની બાજુમાં સિધ્ધિ વીનાયક એપાર્ટમેન્ટ બ્લોકનં-૩૦રમાં રહેતી જુહીબેન રાજીવભાઈ મહેતા(ઉ.વ.ર૦) નામની અપરિણિત વણિક યુવતીએ એપાર્ટમેન્ટના પાછળના ભાગે આઠમાં માળેથી કોઈ અગમ્ય કારણોસર પડી જતાં કમકમાટી ભર્યુ મૃત્યુ નિપજ્યું છે. નીચે ધડાકાભેર અવાજ આવતાં જ લોકો એકઠા થઈ ગયા હતાં અને તાત્કાલીક જુહીબેનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની પોલીસને જાણ થતાં જમાદાર એફ.જી.દલ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.માટે મોકલીને આગળની તપાસ આરંભી છે.

અ અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક જુહીબેનના પિતા રાજીવભાઈ રમણીકલાલ મહેતા હાર્ડવેરને લગતી દુકાન ધરાવે છે, અને તેમને સંતાનમાં બે પુત્રીઓ છે. તેમાની જુહીબેન મોટી પુત્રી છે અને ૧ર ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. પુત્રીએ ભરેલા આ પગલાથી પરિવાર સ્તબ્ધ બની ગયો છે. આ પગલુ ક્યાં કારણોસર ભર્યુ તેનાથી પણ અજાણ છે.

આઠમાં માળેથી પડીને આપઘાત કર્યોઃપિતા
જામનગરમાં આઠમાં માળેથી પડી જનાર વણિક યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું છે કે, હાલ મારી પુત્રી જુહીબેન આઠમા માળેથી પડી જઈને આપઘાત કરી લીધો છે. પરંતુ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે જણાવી શક્યા નથી તેમ તપાસનીશ પો.હે.કોન્સ.એફ.જી.દલ જણાવી રહ્યા છે.