અ'વાદ: દેશી દારૂ ભરેલી રિક્ષાની ટક્કરે એક યુવતીનું મોત, CCTVમાં કેદ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અ’વાદ: દેશી દારૂ ભરેલી રિક્ષાની ટક્કરે એક યુવતીનું મોત, CCTVમાં કેદ

અ’વાદ: દેશી દારૂ ભરેલી રિક્ષાની ટક્કરે એક યુવતીનું મોત, CCTVમાં કેદ

 | 1:04 pm IST

અમદાવાદના વિજયગનર પેટ્રોલપંપ પાસે દારૂ ભરેલી રિક્ષાએ ટક્કર મારતાં એક્ટિવાચાલક યુવતીનું મોત થયું છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. રિક્ષામાં તપાસ કરતાં તેમાં દારૂની હેરાફેરી થતી હોવાની પોલ ખૂલી ગઈ હતી. સ્થાનિક લોકોએ રિક્ષાચાલકને દબોચી લઇ નારણપુરા પોલીસે જાણ કરી હતી. જ્યારે દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓ સ્થળ ઉપરથી નાસી છૂટી હતી. આ એક્સિડન્ટ CCTVમાં કેદ થઇ ગયો છે.
ahmedabad-1

મળતી માહિતી પ્રમાણે આ રિક્ષામાં કલોલથી દારૂ લવાઈ રહ્યો હતો. ત્યારે વિજયનગર ચાર રસ્તા પાસે રિક્ષાચાલકે એક યુવતીને અડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. આ દારૂને અમદાવાદના કંટોળિયાવાસમાં પહોંચાડવાનો હતો. દારૂની હેરાફેરી કરતી બે મહિલાઓ પણ રિક્ષામાં બેઠેલી હતી. આ બંને મહિલાઓ સ્થળ ઉપરથી નાસી છૂટી હતી. આ અકસ્માત CCTVમાં કેદ થઇ ગયો હતો.
Accident CCTV footage

રિક્ષાચાલક પણ રિક્ષા ભગાવીને નાસી જવાના પ્રયાસમાં હતો. સ્થાનિક લોકોએ રિક્ષાચાલકને દબોચી લઇ નારણપુરા પોલીસને જાણ કરી હતી. જ્યારે નારણપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા ચાલકની અટકાયત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.