દાંતાઃ યુવતીને જંગલમાં લઇ જઇ બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ, બેભાન હાલતમાં મળી આવી - Sandesh
  • Home
  • Gujarat
  • દાંતાઃ યુવતીને જંગલમાં લઇ જઇ બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ, બેભાન હાલતમાં મળી આવી

દાંતાઃ યુવતીને જંગલમાં લઇ જઇ બે શખ્સોએ આચર્યું દુષ્કર્મ, બેભાન હાલતમાં મળી આવી

 | 8:15 pm IST

દાંતા પંથકમાં કુદરતી હાજતે જવા ગયેલ યુવતીને બે શખ્સોએ જંગલમાં ઉપાડી લઈ જઈ તેણીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા જતા તેણીએ આનાકાની કરતા તેના માથા પર બોથડ પદાર્થ મારી બન્ને શખ્સોએ બળાત્કાર ગુજારી ભાગી છુટ્યા હોવાની અને તેણીની બેભાન હાલતમાં પડેલ હોવાની જાણ થતા તેના પરીવારજનોએ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હોવાની રાવ સાથે આજે પોલીસવડા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાની આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે દાંતા પંથકમાં આવેલા એક ગામની યુવતીને વિક્રમ અને સંજય નામના બે શખ્સોએ આ યુવતી કુદરતી હાજતે જવા ગઈ હતી તે વખતે મોઢું દબાવી તેણીનું અપહરણ કરીને ઉપાડી જંગલ વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં બુમો પાડીશ તો જાનથી મારી ફેંકી દઈશું તેમ કહી બળાત્કાર ગુજારવાની કોશિશ કરતા તેણીએ વિરોધ કરતા માથા ઉપર બોથડ પદાર્થ મારી બન્ને શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની રાવ સાથે આજે તેણીના પરીવારજનોએ પોલીસવડાને લેખિતમાં રજુઆત કરી હતી.

તેમાં જણાવ્યુ હતુ કે દુષ્કર્મ આચર્યા બાદ તેણીની બેભાન અને લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેના પરીવારજનોએ તેને પ્રથમ દાંતા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે પાલનપુર લઈ જવાનું કહેતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. આ બનાવમાં તેણીને એમ.એલ.સી.કેસ કર્યા વિના અને દાક્તરી તપાસ કર્યા વિના અમદાવાદ રીફર કરવાનું જણાવવામાં આવ્યુ હોવાની રાવ કરી છે અને આ બાબતની નોંધ લઈ આરોપીઓ સામે ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે.