1 લાખમાં ગર્લફ્રેન્ડને વેચી અન્ય યુવક સાથે કરાવ્યા લગ્ન, પછી થયું આવું - Sandesh
  • Home
  • Gujarat
  • 1 લાખમાં ગર્લફ્રેન્ડને વેચી અન્ય યુવક સાથે કરાવ્યા લગ્ન, પછી થયું આવું

1 લાખમાં ગર્લફ્રેન્ડને વેચી અન્ય યુવક સાથે કરાવ્યા લગ્ન, પછી થયું આવું

 | 6:32 pm IST

સુરતમાં 21 વર્ષીય છોકરીને વેચી મારવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. છોકરીનાં બોયફ્રેન્ડે તેને 1 લાખમાં વેચી મારી બીજા સાથે જબરદસ્તીથી લગ્ન કરાવી દીધાં હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. નિશાનું અપહરણ કર્યા બાદ તેને સાબરકાંઠા લાવવામાં આવી હતી. જુલિયસ વસાવાએ લગ્નનું વચન આપી છોકરીનું અપહરણ કર્યું હતું. જુલિયેસે તેને દગો આપી કલ્પેશ મકવાણા સાથે જબરદસ્તીથી પરણાવી દીધી હતી.

આ ઘટના સંદર્ભે ઉમરપાડા પોલીસ ઇન્સપેક્ટર વીએન તડવીએ કહ્યું કે, પીડિતાએ 6 મહિના બાદ અપહરણ અને જબરદસ્તીથી લગ્ન થયાં હોવાનું કલ્પેશ મકવાણાને જણાવ્યું ત્યારે કલ્પેશ તે છોકરીને એના ઘરે મૂકી આવ્યો હતો, જો કે કલ્પેશનો આ સ્વભાવ જોઈને હવે નિશાએ કલ્પેશની પત્ની તરીકે રહેવાનું નક્કી કર્યું છે. નિશાએ ડેડિયાપાડામાં રહેતા જુલિયસ ઉપરાંત ધરમપુરમાં રહેતા માયા, રાણી અને સંજય પર અપહરણનો આરોપ લગાવ્યો છે. આરોપીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની ધારા 365 (અપહરણ) અને ધારા 366 (લગ્ન માટે દબાણ કરવું) અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

યુવતી ગત વર્ષે ઑગષ્ટમાં સુરતમાં જોબ શોધવા આવી હતી અને તેની ફ્રેન્ડનાં ત્યાં રોકાઇ હતી. એક અઠવાડિયું રહ્યા બાદ પણ તેને નોકરી મળી નહોતી. જુલિયસ ક્યારેક ક્યારેક તેને ફોન કરતો હતો અને એક વખત લગ્નનો વાયદો આપી પોતાની સાથે રહેવા કહ્યું. બાદમાં જુલિયસ નિશાને પોતાની સાથે રહેવા માટે લઈ ગયો હતો.

પાંચ દિવસ સુધી જુલિયસ સાથે રહ્યો અને પછી કંઈક કામ હોવાનું કહી જતો રહ્યો હતો. કેટલાક દિવસો રાહ જોયા બાદ અશોક આવ્યો અને તે જુલિયસ પાસે સુરત લઈ જશે તેવું બહાનું બનાવી નિશાને પોતાની જોડે લઈ ગયો હતો. સુરતમાં એક મહિલા સાથે થોડા દિવસ રાખ્યા બાદ જુલિયસની સાથે મળાવશે તેવું બહાનું બનાવી ટ્રેન દ્વારા તે નિશાને અમદાવાદ લાવ્યો હતો. પછી છોકરીને ધરાપુર ગામ સ્થિત રાણીનાં ઘરે લઈ જવામાં આવી જ્યાંથી બળજબરીથી કલ્પેશ મકવાણા સાથે છોકરીનાં લગ્ન કરાવી દેવામા આવ્યાં હતાં.