girl student Molestation by gujarat vidyapith professor in ahmedabad
  • Home
  • Ahmedabad
  • ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષકે લજવ્યું સંસ્થાનું નામ, વિદ્યાર્થિની સાથે કર્યું ન કરવાનું કામ

ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષકે લજવ્યું સંસ્થાનું નામ, વિદ્યાર્થિની સાથે કર્યું ન કરવાનું કામ

 | 6:56 pm IST

ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરવાની ઘટના સામે આવી છે. ઉદ્યોગ શિક્ષક ભૂપત સરવૈયા સામે મહિલા સેલમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ બાદ નિમાયેલી કમિટીની તપાસમાં ભૂપત સરવૈયા શિક્ષક કસૂરવાર સાબિત થતા નોકરીમાંથી બરતરફ કરાયો છે. ભૂપત સરવૈયા 20 વર્ષથી વિદ્યાપીઠમાં ફરજ બજાવે છે. તેમજ 12 વર્ષથી ઉદ્યોગ શિક્ષક તરીકે છે. આ લંપટ શિક્ષકને ડ્રાયવરમાંથી વગર લાયકાતે શિક્ષકનું પ્રમોશન અપાયુ હતુ.

ગૂજરાત વિદ્યાપીઠને લજવતો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠના ઉદ્યોગ શિક્ષક ભુપત સરવૈયાની સામે જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીએ વિદ્યાપીઠની મહિલા સેલને ફરિયાદ કરી હતી. આ મામલા પછી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ ઉશ્કેરતા શિક્ષક ભુપત સરવૈયા કેમ્પસ છોડી અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા છે.

વિદ્યાપીઠના મહિલા સેલને 4 દિવસ પહેલા વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે. ફરિયાદના 4 દિવસમાં કમિટીની રચના કરી કમિટીએ રિપોર્ટ વિદ્યાપીઠને સબમીટ કરાવ્યો છે.

વિદ્યાપીઠમાં માસ્ટર્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ વુમન ડેવલોપમેન્ટ સેલમાં ઉદ્યોગના શિક્ષક તરીકે ફરજ બજાવતા ભુપત સરવૈયા દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હોવાની ફરિયાદ ચાર દિવસ અગાઉ કરી હતી. જેમાં કોલેજ દ્વારા અધ્યાપકને બોલાવીને તપાસ કરતા તેઓએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો જેને લઇને તેમને વિદ્યાપીઠ દ્વારા બરતરફ કરવામાં આવ્યા છે.