Girl Suicide At Tharad Cenal Banaskantha
  • Home
  • Featured
  • પ્રેમીકાથી છુટકારો મેળવવા યુવકે એવું ષડયંત્ર રચ્યું કે પરિણીતાએ ગુમાવી દીધો પોતાનો જીવ

પ્રેમીકાથી છુટકારો મેળવવા યુવકે એવું ષડયંત્ર રચ્યું કે પરિણીતાએ ગુમાવી દીધો પોતાનો જીવ

 | 6:53 pm IST

થરાદ તાલુકાના અભેપુરા ગામનો પરિણીત યુવક તેની પરિણીત પ્રેમીકાથી છુટકારો મેળવવા દુપંટ્ટા વડે એક બીજાના હાથ બાંધી કેનાલમાં ઝંપલાવી યુવકે હાથેથી દુપંટ્ટો છોડી કેનાલ બહાર નિકળી જતાં પરીણીતાનુ ડુબી જવાથી મોત થતાં મૃતક મહિલાનો મૃતદેહ તરવેયાઓની મદદથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડી યુવક પ્રેમી વિરૂધ્ધ થરાદ પોલીસ મથકે ફરીયાદ નોધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોધી યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જોકે કેનાલમાંથી મળેલી મહિલાના મૃતદેહના બનાવની જાણ સમગ્ર પંથકમાં થતાં બનાવ ટોક ઓફ ટાઉન તેમજ પ્રેમ કરતી પરીણીત મહિલાઓ માટે લાલ બત્તી સમાન બન્યો હતો.

થરાદ પોલીસ મથકે નોધાવેલ ફરીયાદની હકીકત એવી છે કે વાવ તાલુકાના દેવપુરા ગામની પરીણીતા રાત્રી દરમ્યાન ઘરેથી ગાયબ થતાં તેના સાસરીયાઓ શોધખોળ હાથ ધરી હતી.જોકે પરિણીતાના મોબાઈલ પર વારંવાર ફોન આવતો હોવાથી તે નંબર પર સપર્ક સાધતાં ફોન સ્વીચ ઓફ આવતો હતો.આખરે નવ વાગ્યાના આસપાસ આ નંબરનો સપર્ક થતાં સામેથી થરાદ તાલુકાના અભેપુરા ગામનો યુવક બોલતો હોવાનુ બહાર આવતાં આ યુવકની તેના ઘરે જઈ પુછપરછ કરતાં તે પરીણીતા સાથે પ્રેમ કરતો હતો.

ગત રોજ રવિવારની રાત્રીએ તે સણધર ડેલ પુલ પાસે મળવા ગયેલો અને અમો એક બીજાના હાથ દુપંટ્ટાથી બાંધીને કેનાલમાં પડેલા જોકે યુવકનો હાથથી દુપંટ્ટાની ગાંઠ છુટી જતાં તે કેનાલમાંથી બહાર નીકળી ગયો હોવાનુ જણાવતાં ફરીયાદી તેના સબંધીઓ સાથે યુવકે બતાવેલ જગ્યાએ કેનાલમાં તપાસ હાથ ધરતાં પરિણીતાનો મૃતદેહ દુપંટ્ટા વડે બાંધેલો મળી આવતાં મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પ્રેમી યુવક ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ રહે અભેપુરા તા. થરાદ વાળા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોધાવતાં પોલીસે પ્રેમી યુવકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

છુટકારો મેળવવા પ્રેમીએ પ્રેમીકાને મોતના મુંખમાં ધકેલી

ફરીયાદમાં જણાવેલ કે અભેપુરા ગામનો ભરત અને દેવપુરા ગામની પરીણીતા એક બીજાને પ્રેમ કરતા હતા.અલગ અલગ સમાજના હોવાથી તેમજ બન્ને પરીણીત હોઈ સાથે જીવી સકે તેમ ન હોવાથી પરીણીતાએ તેને મળવા બોલાવતાં પ્રેમીકાથી છુટકારો મેળવવા યુવક તેને મળવા જઈ કેનાલ નજીક લઈ એક બીજાના હાથે દુપંટ્ટાથી હાથ બાંધી સાથે કેનાલમાં ઝંપલાવી યુવકે પોતાના હાથની ગાંઠ છોડી બહાર નીકળી જઈ પરીણીતાને પાણીમાં ડુબાડી તેને મોતના મુખમાં ધકેલી દીધી.

આ વીડિયો પણ જુઓ : રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટર વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન