NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પિતાએ મોબાઈલ ચેટિંગ છોડી વાંચવાની સલાહ આપતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

પિતાએ મોબાઈલ ચેટિંગ છોડી વાંચવાની સલાહ આપતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી

 | 5:56 pm IST

સુરતના વેસુ વિસ્તારમાં મોબાઈલ વળગણે એક વિદ્યાર્થીનીનો જીવ લીધો છે. ધોરણ-12ની સ્ટુડન્ટે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રાત્રે મોબાઈલ પર ચેટ કરતી દીકરીને પિતાએ ઠપકો આપતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો.

16808462_1902159683354706_1951695442_n

પ્રાપ્ત માહિતી અનુસાર, માતાપિતા અને સંતાનો માટે ચોંકાવનારો કિસ્સો સુરતમા બન્યો છે. મોબાઈલ વળગણને કારણે વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો, તો માતાપિતાએ તેમની વ્હાલસોયી દીકરી ગુમાવી હતી. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ નંદિની એપાર્ટમેન્ટની આ ઘટના છે. મૂળ દિલ્હીના રહેવાસી વિશ્વસનાથન સુરતમાં આવેલી એક લુમ્સના કારખાનેદાર છે. તેમની દીકરી વંશિકા ધોરણ-12માં ભણતી હતી. ગુરુવારે રાત્રે તે મોબાઈલ પર ચેટ કરી રહી હતી, ત્યારે તેના પિતાએ તેનો મોબાઈલ લઈને તેને વાંચવાની સલાહ આપી હતી. ગુસ્સે ભરાયેલી વંશિકાએ બાદમાં બેડરૂમમાં જઈને દુપટ્ટાથી ગળો ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. વંશિકાના આપઘાતના પગલે આખા પરિવાર પર આભ ફાટી નીકળ્યું હતું.

પોલીસે પ્રાથમિક તપાસ કરીને વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. ત્યારે પિતાએ મોબાઈલ લઈ લેતા ખોટુ લાગીને વંશિકાએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે.

1