છેડતી કરનારાઓ સાથે સેલ્ફી, 20 વર્ષની છોકરી રોમિયોને આ રીતે પાઠ ભણાવતી - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • છેડતી કરનારાઓ સાથે સેલ્ફી, 20 વર્ષની છોકરી રોમિયોને આ રીતે પાઠ ભણાવતી

છેડતી કરનારાઓ સાથે સેલ્ફી, 20 વર્ષની છોકરી રોમિયોને આ રીતે પાઠ ભણાવતી

 | 12:28 pm IST

નેધરલેન્ડના આર્મ્સડેમની 20 વર્ષની નોવા જેન્સ્મા જ્યારે પણ ઘર બહાર નીકળતી ત્યારે અશ્લિલ ચેષ્ટા અને છેડતી સહન કરવી પડતી હતી. અગાઉ નાવો આવી ચેષ્ટા કરનારાઓ સાથે લડતી હતી, પરંતુ ત્યારપછી તેણે આ સમસ્યાનો અંત લાવવા નવી યુક્તિ અપનાવી છે.

હવે નોવા તેની છેડતી કરનાર સાથે સેલ્ફી પડાવે છે અને આ ફોટો ઈન્સ્ટગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરે છે. આ પોસ્ટમાં નોવા એવી પણ માહિતી આપે  છે કે સેલ્ફીમાં દેખાતા પુરુષે તેની છેડતી કરી હતી. નોવાએ આ પહેલ માટે એક મહિનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તે કહે છે કે છેડતી વૈશ્વિક સમસ્યા છે.

નોવાએ વધુમાં જણાવ્યું હતું કે તેને ખબર પડતી ન હતી કે જ્યારે કોઈ છેડતી કરે તો શું કરવું જોઈએ. જો તે વિરોધ કરતી તો સ્થિતિ વણસી જતી હતી અને તેને લડવું પડતું હતું. અલબત્ત આવી સ્થિતિની અવગણના પણ કરી શકાય નહીં. આથી તેણે સેલ્ફી લેવાની શરૂઆત કરી છે.

નોવા છેડતી કરનારની સેલ્ફી લેતા ત્યારે તેને આ અંગે પ્રશ્ન પણ કરાતો ન હતી અને ઉલ્ટાનું આનંદવિભોર થઈ નોવા સાથે છેડતી કરનાર  ઉભો થઈ જતો હતો.