Girl threatened With Acid Attack in Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: યુવતી તાબે ના થતાં ખુલ્લી તલવાર સાથે યુવકનો હોબાળો

VIDEO: યુવતી તાબે ના થતાં ખુલ્લી તલવાર સાથે યુવકનો હોબાળો

 | 5:00 pm IST
  • Share

  • રોમિયોગિરી પર ઉતરી આવેલા યુવકે એસિડ એટેકની ધમકી આપી
  • પરપ્રાંતિય પરિવાર ટપોરીના ત્રાસથી હિજરત કરવાની તૈયારીમાં

સુરતના કડોદરા વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડરના હોય તેમ લાગી રહ્યું છે. જેમાં યુવતી તાબે ના થતાં એક યુવકે ખુલ્લી તલવાર સાથે જાહેરમાં હોબાળો મચાવ્યો હતો. આટલું જ નહીં, યુવતીને એસિડ એટેકની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં આવેલા પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા પરપ્રાંતીય પરિવારની યુવતીને છેલ્લા ઘણાં સમયથી તેમની નજીકના ફળિયામાં રહેતો રાહુલસિંહ નામનો યુવક છેડતી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો છે.

આ મામલે યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, રોમિયોગિરી પર ઉતરી આવેલા રાહુલસિંગે ખુલ્લેઆમ ફળિયામાં તલવાર લહેરાવીને આતંક મચાવ્યો હતો. આટલું જ નહીં, રાહુલસિંહે યુવતી તાબે ના થાય તો એસિડ એટેકની ધમકી પણ આપી છે.

ફળિયામાં તલવાર સાથે આતંક મચાવી રહેલા યુવકની ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. હાલ તો પોલીસે યુવતીની માતાની અરજીના આધારે CCTV ફૂટેજ ચકાસીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો