Girnanr Lili Parikrama Cancel If Vayu Cyclone Active
  • Home
  • Gujarat
  • વાયુ વાવાઝોડાની અસર વધારે થઇ તો જૂનાગઢનો ઇતિહાસ બદલાઇ જશે

વાયુ વાવાઝોડાની અસર વધારે થઇ તો જૂનાગઢનો ઇતિહાસ બદલાઇ જશે

 | 3:18 pm IST

મહા વાવ્જોડા ની આગાહી ને રાજ્ય સરકાર પણ સંપૂર્ણ સજ્જ થઇ ગઇ છે. રાજ્યના ગણા જિલ્લાઓ પર 24 કલાક માટે કંટ્રોલ રૂમ શરુ કરી ને મહા પર બાજ નજર રાખવામાં આવી રહી છે વાવાજોડા ની સ્પીડ તો ઘટી છે પણ સંભવિત ખતરા સામે જાગતા રહેવા માટે મહાની ગતિવિધિ પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને જયારે પણ વાવાજોડું નજીક લાગે ત્યારે આગળ ના નિર્ણયો સ્થિતિ મુજબ લેવામાં આવશે

ગરવા ગિરનારની પરંપરાગત યોજાતી લીલી પરિક્રમા ઉપર ‘મહા’ વાવાઝોડાની અસર દેખાઈ રહી છે અને મહા વાવાઝોડુ આવે તો પરિક્રમા બંધ રહે તેવી સંભાવના પણ સેવાઈ રહી છે.

દર વર્ષે કારતક સુદ અગીયારસથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે. આ વર્ષે પણ ગિરનારની પરિક્રમા અંગે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે વાવાઝોડાની અસરને કારણે આ વર્ષે પરિક્રમા શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે, જો વાવાઝોડાની અસરથી ગિરનાર પર્વત ઉપર ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. તેમ પરિક્રમા રૂટમાં આવતા નદી-નાળાઓ અને ચેકડેમોમાં વરસાદી પાણી આવી શકે તેમ છે.

ઉપરાંત પરિક્રમા રૂટનું નિરીક્ષણ કરતા કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ દ્વારા પરિક્રમા 36 કિ.મી.ના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જેમાં કઈ કઈ પરિસ્થિતિઓ સામે તંત્ર કામગીરી કરી શકે છે. તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવતી કાલે મોડી રાત્રે અને સાત તારીખના સવારમાં વાવાઝોડું ગુજરાતના દરીયા કિનારે આવે તેવી શક્યતાના પગલે જૂનાગઢ જિલ્લાને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ભારે વરસાદ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે જેને પહોંચી વળવા માટે તંત્ર સજજ થઈ ગયું છે. પરંતુ અતિ ભારે વરસાદ ગિરનાર પર્વત પર પડે ત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થાય તેને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવી મુશ્કેલ બને છે તેથી કદાચ આ પરિક્રમા રદ થાય તો ઈતિહાસના પ્રથમ વખત બંધ રહે તેવી સંભાવના હાલ પૂરતી દેખાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન