સૌથી કપરી એવી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ, 426 લોકો દોડ્યા, જુઓ કેવો હતો માહોલ – Sandesh
NIFTY 10,318.95 -133.35  |  SENSEX 33,594.56 +-416.20  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સૌથી કપરી એવી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ, 426 લોકો દોડ્યા, જુઓ કેવો હતો માહોલ

સૌથી કપરી એવી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શરૂ, 426 લોકો દોડ્યા, જુઓ કેવો હતો માહોલ

 | 11:42 am IST

આજે 11મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધ રાજ્યોના કુલ 426 જેટલા ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો છે. ત્યારે એકસાથે આટલા બધા દોડવીરો દોડતા ગિરનાર ખાતે મહોલ જોવા જેવો બન્યો હતો. ભાઈઓ માટે 5000 અને બહેનો માંટે 2500 પગથિયાં સુધી ની સ્પર્ધા યોજાઈ છે.

ગુજરાતના ૧૦૦ સ્પર્ધકો ફીટનેસ સર્ટીફીકેટ સાથે લઈને જ ઉમેદવારી નોંધાવે છે. જ્યારે બીજા રાજ્યોના સ્પર્ધકોનું જૂનાગઢજી સિવીલ હોસ્પીટલ ખાતે શારિરીક સક્ષમતા અંગે ફીટનેસના અનેક તબીબી પરીક્ષણ બાદ સર્ટીફીકેટ આપવામાં આવે છે. ગિરનારને દોટ મુકી સર કરવાની આ રોમાંચક સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકો છેલ્લા કેટલાક દિવસથી ગિરનાર તળેટી વિસ્તારમાં પ્રેકટીસ કરી હતી. સ્પર્ધાના એક ધારાધોરણ મુજબ સ્પર્ધા અગાઉ છેલ્લા બે દિવસ કોઈ સ્પર્ધકોને કોઈપણ પ્રકારની પ્રેકટીસ કરવા દેવામાં આવતી નથી અને આ બે દિવસ દરમિયાન તેમની માત્ર ફીટનેસ ચેકઅપ જેવી જ તપાસ કરવામાં આવે છે.