Gita Gopinath Joins IMF As First Female Chief Economist
  • Home
  • Featured
  • દુનિયાભરમાં આ ભારતીય મહિલાનો વાગ્યો ડંકો, અહીં પહોંચનાર પહેલાં મહિલા બન્યા

દુનિયાભરમાં આ ભારતીય મહિલાનો વાગ્યો ડંકો, અહીં પહોંચનાર પહેલાં મહિલા બન્યા

 | 8:58 am IST

ભારતમાં જન્મેલા ગીતા ગોપીનાથે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ ( આઇએમએફ)ના ચીફ ઇકોનોમિસ્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આઇએમએફના ટોચના પદે પહોંચનારી તે પહેલા મહિલા છે. તેમણે મૌરી ઓબ્સફેલ્ડનું સ્થાન લીધું છે, જેઓ ગયા વર્ષે 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ ગઈ છે. ગીતા ગોપીનાથનો જન્મ ભારતના મૈસૂરમાં થયો છે.

ઓક્ટોબરમાં ગીતા ગોપીનાથની નિયુક્તિ અંગે જણાવતા આઇએમએફની મુખ્ય ક્રિસ્ટીન લગાડેએ કહ્યું હતું કે, ગીતા દુનિયાના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાંથી એક છે. તેમની પાસે શાનદાર અકાદમિક જ્ઞાન, બૌદ્ધિક ક્ષમતા અને વ્યાપક આંતરરાષ્ટ્રીય અનુભવ છે.

આઇએમએફમાં આ પદ પર પહોંચનારી ગીતા બીજા ભારતીય છે. આ પહેલાં ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પણ આઇએમએફમાં ચીફ ઇકોનોમિસ્ટ તરીકે કાર્ય કરી ચૂક્યા છે.

આઇએમએફના 11મા ચીફ ઇકોનોમિસ્ટ તરીકે નિયુક્ત ગોપીનાથે ધ હાર્વર્ડ ગઝેટને હાલમાં જ અપાયેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આઇએમએફમાં તેમની નિયુક્તિ જબરજસ્ત સન્માન છે.

મહિલાઓ માટે આ નિયુક્તિ એક આદર્શ
ગોપીનાથે કહ્યું કે આઇએમએફના નેતૃત્વમાં તેમની નિયુક્તિ દુનિયાભરની મહિલાઓ માટે એક આદર્શ છે. આઇએમએફમાં પોતાની જરૂરી જવાબદારીઓ અંગે ગોપીનાથે ધ હાર્વર્ડ ગેઝેટને જણાવ્યું કે તેમનો પ્રયાસ રહેશે કે તે આઇએમએફ માટે મહત્ત્વપૂર્ણ નીતિગત પ્રશ્નો અંગે બૌદ્ધિક નેતૃત્વ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે જે અનુસંધાન મુદ્દા પર હું ભાર મૂકવા માગું છું, તેમાંથી એક આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વિત્તમાં ડોલર જેવી મુખ્ય મુદ્રાઓની ભૂમિકા સમજવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન