તમારી બહેનને રક્ષાબંધન પર આપો આ ખાસ ગિફટ, અને બનાવો યાદગાર - Sandesh
  • Home
  • Lifestyle
  • તમારી બહેનને રક્ષાબંધન પર આપો આ ખાસ ગિફટ, અને બનાવો યાદગાર

તમારી બહેનને રક્ષાબંધન પર આપો આ ખાસ ગિફટ, અને બનાવો યાદગાર

 | 10:55 am IST

ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના આડે હવે એક દિવસની વાર છે ત્યાં બઝારમાં વિવિધ પ્રકારનાં ગિફ્ટસ મળી રહી છે. પરંતુ બહેનોને ગિફ્ટ આપવાનો ટાઈમ આવે ત્યારે તેમના માટે શું ગિફ્ટ લેવી તે ભાઈઓ સમજી નથી શકતા. જો તમે પણ આ રક્ષાબંધન પર પોતાની બહેનને કંઇક ખાસ ગિફ્ટ આપવા માંગો છો તો, વાંચી લો આ ગિફટ્સ આઇડિયા…

ડ્રેસીસ
બઝારમાં વિવિધ પ્રકારના ડિઝાઈનર કપડાઓની ભરમાર જોવા મળે છે. તહેવારો નજીક આવતા બઝારમાં અવનવા કલર્સ અને ડિઝાઈનર ડ્રેસ આવી જાય છે. તેવામાં તમારી બહેનને તમે આવા સુંદર ડ્રેસીસ પણ ગિફ્ટમાં આપી શકો છો.

એસેસરીઝ અને હેમ્પર સ્ટાઈલ
અપડેટ રહેતી બહેનો માટે વોલેટ, હેર એસેસરીઝ, પરફ્યુમ, વોચ, આર્ટીફીશયલ ઈયર રીંગ, બ્રેસલેટ, નેક પીસ પણ મોટી રેન્જમાં માર્કેટમાં આવ્યા છે. તેમજ હેન્ડ મેડ ચોકલેટ, પરફ્યુમ, વોચને ભેગા કરીને એક સ્ટાઈલીશ ગિફ્ટ હેમ્પર પણ તમે આપી શકો છો. જેના પર પ્રેમ ભરેલો મેસેજ પણ તમે લખી શકો છો.

જ્વેલરી
આજકાલ માર્કેટમાં જ્વેલરીની ઘણી ડિમાન્ડ છે. ડેલીકેટ રિંગ્સ, ઈયરરીંગ અને બ્રેસલેટ પણ તમે ગિફ્ટ કરી શકો છો.

સ્પા, અરોમા પેકેજ
આજની ભાગદોડની લાઈફમાં આરામ કરવાનો ટાઈમ કોઈ પાસે હોતો નથી. જો તમારી બહેનને આ રક્ષાબંધન પર કંઇક સ્પેશિયલ ફિલ કરાવવા માંગો છો તો તમે પોતાની બહેનને સ્પા પેકેજ, અરોમા થેરાપી પેકેજ અને યોગ સેશન પેકેજ પણ આપી શકો છો.

સ્પેશિયલ ડોલ્સ
બહેનો ભાઈઓ માટે ડોલની જેમ હોય છે. જો તમારી બહેન નાની છે તો તેમને મ્યુઝિકલ ડોલ, સ્પીકિંગ ડોલ, સોફ્ટ ટોય ડોલ જેવી અનેક ડોલ તમે ગિફ્ટમાં આપી શકો છો. જો કે આ સુંદર ડોલ પર તમારા બહેનના નામની પ્રિન્ટ પણ તમે કરાવી શકો છો.