Give the nails a new look with glittery shades, increase the beauty of the hands
  • Home
  • Fashion & Beauty
  • ગ્લિટરી શેડથી નખને આપો નવો લુક, હાથની સુંદરતામાં થશે વધારો

ગ્લિટરી શેડથી નખને આપો નવો લુક, હાથની સુંદરતામાં થશે વધારો

 | 7:15 am IST

મેકઓવર :- શહનાઝ હુસૈન

હાલમાં નખને ગ્લિટરી શેડથી રંગવાનો ટ્રેન્ડ જોરમાં છે. તેનાથી નખ સુંદર અને આકર્ષક લાગે છે. જોવા જઈએ તો નેલ પોલિશમાં આપણને ઘણા ઓપ્શન મળી રહે છે. જેમ કે, મેટ કલર, રેગ્યુલર બેઝ શેડ, ટ્રાન્સપરન્ટ શેડ વગેરે. આ બધા શેડમાં ગ્લિટરી શેડ ખૂબ ચલણમાં છે. ગ્લિટરી શેડ નખ પર લગાવતા એક રોયલ લુક આપે છે. કોઈ પાર્ટી કે ફંક્શનમાં ગ્લિટરી શેડ નેલ પોલિશ તમારી સુંદરતામાં વધારો કરે છે. તેમાંના કેટલાક શેડ તો ઈન ટ્રેન્ડ છે.

ગોલ્ડ :

ગોલ્ડ ગ્લિટરી શેડ નખ માટે એવરગ્રીન છે. ગોલ્ડન ગ્લિટરી શેડની ફેશન ક્યારેય પણ જૂની થતી નથી. તે પછી કપડાં હોય, એક્સેસરીઝ હોય કે કોઈ બ્યુટી પ્રોડક્ટ હોય. ગોલ્ડ એક એવો શેડ છે જે ભીડમાં પણ તમને અલગ તારવે છે. બેઝ કોટ લગાવીને તેના પર બે કોટ્સમાં મેટેલિક ગોલ્ડ નેલ પેઇન્ટ લગાવવો. ત્યારબાદ મેટ ટોપ કોટ લગાવીને નખને ફાઈનલ ટચઅપ આપો.

એમરલ્ડ ગ્રીન : 

આ શેડને તમારી મેનિક્યોર કિટમાં અવશ્ય સ્થાન આપવું. તેમાં પણ બેઝ કોટ લગાવીને તેના પર એમરલ્ડ ગ્રીન કલરનો નેલ પેઇન્ટ લગાવો. નખને સૂકવવા માટે ઓછામાં ઓછો દસ મિનિટનો સમય આપો. જો તમે સ્પાર્કલિંગ નખ ઈચ્છતા હોવ તો તેના પર હાઈ શાઈન ગ્લિટર ગ્લોસનો ફાઇનલ ટોપ કોટ લગાવો.

સફાયર બ્લૂ : 

જો તમારી ત્વચા ગોરી હોય તો આ શેડથી તમારા નખને સજાવવાનું ચૂકતા નહીં. જોકે આ શેડ શ્યામ વર્ણની ત્વચા પર પણ સારો જ લાગે છે. નખને ક્લાસી લુક આપવા માટે સફાયર બ્લૂ શેડથી નખને રંગો. ગોલ્ડન રંગના શેડથી નખની વચ્ચોવચ એક નાનું ટ્રાયેંગલ બનાવો. વચ્ચેવાળા નખ અને અંગૂઠાના નખ પર કરેલા ટ્રાયેંગલને નખના છેડા સુધી કરો. જ્યારે અન્ય નખ પર મધ્યમાં જ નાનું ટ્રાયેંગલ બનાવો. આ ઉપરાંત તમે ઇચ્છો તો ગોલ્ડન રંગથી અલગઅલગ જ્યોમેટ્રિકલ શેપ પણ આપી શકો છો.

પર્પલ ગ્લિટર : 

ડાર્ક શેડ એ ગ્લિટરનું બેસ્ટ કોમ્બિનેશન છે. પર્પલ શેડના બે કોટ લગાવો. નખને સૂકવવા દો. જ્યારે નેલ પોલિશ સારી રીતે સુકાઈ જાય ત્યારે થોડું ગ્લિટર પહેલી બે આંગળીઓ પર થપથપાવો. હવે ઉપર ક્લિયર ટોપ કોટ લગાવો જેથી નખ પર ગ્લિટર્સ બરાબર સેટ થઈ જાય.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન