કોટન સાડીને આ રીતે આપો નવો ટચ, જે પહેરવાથી લાગશે એકદમ મસ્ત - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • કોટન સાડીને આ રીતે આપો નવો ટચ, જે પહેરવાથી લાગશે એકદમ મસ્ત

કોટન સાડીને આ રીતે આપો નવો ટચ, જે પહેરવાથી લાગશે એકદમ મસ્ત

 | 2:50 pm IST

સાડીઓનું ફેબ્રિક અને ત્યારબાદ એના પર કરવામાં આવેલું હેન્ડવર્ક અને એમ્બ્રોડરી એને વધુ હેવી બનાવે છે જે બપોરના સમયે પહેરવા માટે જરા પણ સૂટેબલ નથી. પર્યાયમાં ઘણાં ફેબ્રિક્સ છે જેને આપણે એ રિચ ન લાગે એવું કહીને પહેરવાનું ટાળતા હોઈએ છીએ. પણ જુઓ કઈ રીતે કમ્ફર્ટેબલ અને કૂલ ફેબ્રિક્સને રિચ લુક આપી શકાય.

કમ્ફર્ટ ફેબ્રિક
આરામ આપે એવા ફેબ્રિકનું નામ પડતાં માઇન્ડમાં સૌથી પહેલાં કોટન આવે. જોકે કોટનની સાડી પહેરીને લગ્નમાં જવાનો વિચાર ભાગ્યે જ કોઈ કરશે. પણ જો ક્રીએટિવિટી અને ડિઝાઇનિંગનો થોડો ટચ મળે તો કોટન પણ રિચ બની શકે છે. કોટનનો બેઝ લઈ એમાં પલ્લુ અને પ્લીટ્સમાં કોટન સિલ્ક અથવા કોઈ બીજા રંગનું કોટન ફેબ્રિક જ ઉમેરી એક ડિઝાઇનર સાડી બનાવી શકાય. આ સિવાય કોટન સિલ્ક પણ બેસ્ટ લાગે છે.

કેરાલા સાડી
કેરળમાં ગોલ્ડન બોર્ડરવાળી સફેદ અથવા ઓફવાઇટ કોટનની સાડી લગ્ન જેવા પ્રસંગોએ પહેરવા માટે શુભ ગણવામાં આવે છે. આ સાડી દિવસના સમયે લગ્નપ્રસંગોમાં પહેરવા માટે બેસ્ટ છે. સિમ્પલ હોવાની સાથે એ સોફિસ્ટિકેટેડ લુક આપે છે. સિમ્પલ ઢબે પહેરેલી આ સાડી એની સાથે ગોલ્ડનો નાજુક લક્ષ્મી હાર અથવા ટેમ્પલ જ્વેલરી અને માથામાં અંબોડા સાથે મોગરાનો ગજરો. આ બેસ્ટ લુક છે.

સોફ્ટ કલર્સ
બને એટલા સોફ્ટ રંગો પહેરો. જોકે સોફ્ટ એટલે ડલ નહીં. યલો, પિન્ક, વાઇટ, સ્કાય બ્લુ, ગ્રે જેવા રંગો લગ્ન પ્રસંગોમાં સારા લાગે છે. આ કલર્સ સાથે સિલ્વર અથવા ગોલ્ડન એમ બન્ને શેડ્સની એમ્બ્રોડરી સારી લાગશે. સાડીમાં વર્ક પણ હેવી પસંદ ન કરતાં કાશ્મીરી દોરા વર્ક કે પારસી વર્ક પસંદ કરવું. આ સિવાય આપણું કચ્છી અને દેશી ભરત પણ સાડીઓ પર જો કલાત્મક રીતે કરવામાં આવે તો સારું લાગે છે.

બાટિકને બ્લોક પ્રિન્ટ
કોટનની બાંધણી ભૂલી જાઓ, એના બદલે કોટન બેઝ્ડ પટોળું લઈ એના પર લેસ મુકાવી એને લગ્નમાં પહેરવા લાયક બનાવો. આ સિવાય કોટનની પ્લેન સાડી પર ગોલ્ડન અથવા કોન્ટ્રાસ્ટ શાઇની કલરથી બાટિક અથવા બ્લોક પ્રિન્ટ કરાવો જેમાં બોર્ડરમાં જુદા પ્રકારે અને અંદરના મેઇન પાર્ટમાં છુટ્ટી બુટ્ટીઓ પ્રિન્ટ કરાવી શકાય. ગોલ્ડન બાટિક અને બ્લોક પ્રિન્ટ કરેલી સાડીઓ ટિપિકલ જરદોસી કરતાં જુદી અને હટકે લાગશે.