Give this 5 different gift to your friends on this friendship day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફ્રેન્ડશિપ ડે પર આપો આ 5 હટકે ગિફ્ટ્સ, જે તમારા બજેટમાં આવી જશે

ફ્રેન્ડશિપ ડે પર આપો આ 5 હટકે ગિફ્ટ્સ, જે તમારા બજેટમાં આવી જશે

 | 6:24 pm IST
  • Share

આવતીકાલે 5 ઓગસ્ટના રોજ મિત્રતાનો સૌથી મોટો દિવસ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવશે. આ દિવસ દુનિયાભરમાં મિત્રો માટે ખાસ હોય છે. પછી તે પુરુષ હોય, સ્ત્રી હોય, વૃદ્ધ હોય કે બાળકો હોય. તમામ માટે આ સંબંધ બહુ જ ખાસ હોય છે. જો તમે આ દિવસને ખાસ બનાવવા માંગો છો, તો તમારા ફ્રેન્ડને સિમ્પલ ગિફ્ટ આપવા કરતા એવી ગિફ્ટ આપો, જેનાથી તેના માટે આ દિવસ યાદગાર બની જાય. અને આ પાંચેય ગિફ્ટ તમારા બજેટમાં આવી જશે.

સબ્સક્રિપ્શન
જો તમારા ફ્રેન્ડને ઓનલાઈન ફિલ્મ, સીરિઝ જોવાનો શોખ છે, તો તેને નેટફ્લિક્સ, એમેઝન પ્રાઈમ, ઝી5 વગેરે બાબતોનું સબ્સક્રિપ્શન ગિફ્ટ તરીકે આપી શકો છો. તેની ખુશી બેવડાઈ જશે.

ફિલ્મ ટિકીટ
આજકાલ ઓનલાઈન ફિલ્મ ટિકીટ ખરીદવા માટે અનેક પ્રકારની ઓફર ચાલી રહી છે. તમે મિત્રની પસંદની આવનારી ફિલ્મની ટિકીટ લઈ લો અને તેને ગિફ્ટ કરો. આ ગિફ્ટ તો તે સો ટકા પસંદ આવશે.

ટેક એસેસરીઝ
યુવકોને જો ગિફ્ટમાં કામની વસ્તુઓ આપવામાં આવે તો તેમને વધુ ખુશી થાય છે. તેથી પેનડ્રાઈવ, મોબાઈલ ફોન, મેમરી કાર્ડ વગેરે ચીજો તમે 200થી 300 રૂપિયામાં આસાનીથી ખરીદી શકો છો.

પ્લાન્ટ્સ
વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આજકાલ માર્કેટમાં ઈન્ડોર પ્લાન્ટ્સની ડિમાન્ડ વધી ગઈ છે. ત્યારે તેને ઘરમાં રાખવામાં આવે તો ઘરના અંદરની હવા પણ પ્રદૂષિત થવાથી બચાવી શકાય છે. તેથી મિત્રોને પ્લાન્ટ્સ જરૂર ગિફ્ટ કરો.

ઈ-કાર્ડ
ઈન્ટરનેટ પર એવી ઢગલાબંધ વેબસાઈટ છે, જેના પર તમે ગ્રીટિંગ કાર્ડ બનાવી શકો છો. તેના પર તમારો મેસેજ, મિત્રનું નામ નાખીને ઈમેઈલ કે ચેટ એપ પર મોકલી શકો છો. ઈ-કાર્ડ તો એકદમ ફ્રી છે, તેના માટે કોઈ રૂપિયા નથી લાગતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો