પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરશો..? - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરશો..?

પ્રસન્નતા કેવી રીતે પ્રાપ્ત કરશો..?

 | 12:33 am IST

આનંદિત રહેવું કોને ન ગમે ? પરંતુ કોઇપણ વસ્તુ સહેલાઇથી નથી મળતી તેના માટે પરિશ્રમ, પ્રેક્ટિસ, એક પ્રકારની મનની કેળવણી પ્રાપ્ત કરવી જરૂરી છે.

પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય, તો બે વસ્તુ યાદ રાખો. ક્ષમા કરતા શીખો અને ભૂલી જતા શીખો. આના માટે તમારા મનને એટલું મજબૂત બનાવો કે જૂની વાત યાદ ન આવે અને કદાચ આવે તો એટલી બિનઅસરદાયક બની ગઇ હોય, કે તેનાથી તમને કોઇ ફરક ન પડે.

બીજી વ્યક્તિ પ્રત્યે જ્યારે ઘૃૃણા, અણગમો, ગુસ્સો કરો છો તે તમને પરત મળે છે એટલે કે તમે મોકલેલી નેગેટિવ ઊર્જા રિબાઉન્સ થઇ પરત આવે છે. તમને કોઇપણ વાત પર ગુસ્સો કે અણગમો આવ્યો હોય, તેને ભૂલી જાવ. જેથી તમે સકારાત્મક વિચારો અને મોકલેલી તે સકારાત્મક ઊર્જા તમે પુનઃ પ્રાપ્ત કરી શકો.

આના માટે તમારે એક માનસિક વ્યાયામ કરવાનો છે. શાંત ચિત્તે બેસો અને આજ સુધી જે જે તમે મનમાં ભરી રાખ્યું છે- લોકોના કુવ્યવહાર, તેમના તરફથી મળેલા દુઃખ, દર્દ, કટુવાકયો, અણગમતી વસ્તુઓ- ક્યારે ને ક્યારે બહાર આવે છે અને તમને ગુસ્સો આપી જાય છે. તેમજ દુખી કરે છે. તેવા લોકોને માફ કરો.

આજ ક્ષણે એક પ્રતિજ્ઞાા લો કે હું સ્વયંને દુઃખ નહીં આપું. હું એક શક્તિશાળી આત્મા છું. બહાર જે થઇ રહ્યું છે કે જે કોઇ મને દુઃખ, દર્દ આપી રહ્યું છે, તેની મને કોઇ અસર થતી નથી. હું બધાથી પર છું. જ્યારે તમે વિચારશો કે મારા મનની સ્થિતિ મારા હાથમાં છે અને જે બધું મનમાં સંઘરી રાખ્યું છે તેને છોડવાનું બહુ જ સરળ છે. ત્યારે તમે પ્રસન્નતા પ્રાપ્ત કરી શકશો. આનંદની અનુભૂતિ હું સ્વયં પેદા કરી શકું છું. એનો અર્થ એ કે દર્દનું પણ મેં જાતે જ નિર્માણ કર્યું છે અને તેને ખતમ પણ મારે જ કરવાનું છે. આનંદિત રહેવા માટે સ્વભાવ, વિચારસરણી અને મનની સ્થિતિ બદલવી અત્યંત આવશ્યક છે. પ્રસન્નતા આવી રીતે પ્રાપ્ત કરી શકશો.