IPL હરાજી 2021: ગ્લેન મેક્સવેલ પર થયો રૂપિયાનો વરસાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખરીદ્યો

ઑસ્ટ્રેલિયા (Australia)ના મિડલ-ઑર્ડર બેટસમેન ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)ને IPL 2021 માટે ગુરૂવારના રોજ થયેલી હરાજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)એ 14.25 કરોડ રૂપિયાની ભારે-ભરખમ રકમ આપીને ખરીદ્યો.
આ આક્રમક બેટિંગ ઓલરાઉન્ડરને પંજાબ કિંગ્સે 2020માં ખરાબ ફોર્મના લીધે રીલીઝ કરી દીધો હતો. મેક્સવેલ પહેલાં દિલ્હી કેપિટલ્સ માટે પણ રમી ચૂકયો છે. તેની બેસ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.
#IPLAuction2021 | Glenn Maxwell is sold to Royal Challengers Bangalore for Rs 14.25 Crores: Indian Premier League
(file photo) pic.twitter.com/YT9RwixgqY
— ANI (@ANI) February 18, 2021
મેક્સવેલ માટે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે જોરદાર બોલી લાગતી જોવા મળી. ટૂંક સમયમાં જ 10 કરોડ સુધી પહોંચી ગયો. તેને ગયા વર્ષે કિંગ્સ ઇલેવન પંજાબ (10.75 કરોડ) એ ખરીદ્યો હતો. એટલે કે ગયા વર્ષ કરતાં 4 કરોડ વધુ મળ્યા છે.
આ વીડિયો પણ જુઓ : અમદાવાદ પહોંચી ભારત, ઈંગ્લેન્ડની ટીમ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન