વૈશ્વિક દંત ક્ષેત્ર ૨૦૨૧માં સુધી ૩૫.૩૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • વૈશ્વિક દંત ક્ષેત્ર ૨૦૨૧માં સુધી ૩૫.૩૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા

વૈશ્વિક દંત ક્ષેત્ર ૨૦૨૧માં સુધી ૩૫.૩૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા

 | 12:15 am IST

મુંબઈ, તા. ૧૪

દુનિયામાં સૌથી વિશાળ ડેન્ટલ સંગઠન ધ ઇન્ડિયન ડેન્ટલ એસોસિયેશન (આઈડીએ) દ્વારા અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન્સ કંપની (એડીએનઈસી) ખાતે ૨૨-૨૪ ઓક્ટોબરે યોજાનાર આરબ ઇન્ટરનેશનલ ડેન્ટલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનની સૌપ્રથમ આવૃત્તિ યુએઈ સ્થિત અગ્રણી પ્રદર્શન અને પરિષદની આયોજક અલ ફજેર ઇન્ફોર્મેશન એન્ડ સર્વિસીસ સાથે જોડાણમાં યોજાશે.

આ ત્રણ દિવસ કાર્યક્રમમાં બે દિવસ વૈજ્ઞાાનિક પરિષદો અને ત્રણ દિવસ પ્રદર્શન રહેશે. તેમાં વૈશ્વિક ડેન્ટલ વેપારનાં બધાં પાસાં એક છત હેઠળ પ્રર્દિશત કરાશે. ગલ્ફ ડેન્ટેક્સ વેપાર અને જ્ઞાાન આદાનપ્રદાન માટે વ્યૂહાત્મક મંચ તરીકે કામ કરવા સાથે મધ્ય પૂર્વમાં ડેન્ટલ સાયન્સની સતત ઉત્ક્રાંતિ પામતી માગણીઓને પહોંચી વળવા માટે નવા ઇનોવેશન્સ, અત્યાધુનિક ટેકનોલોજી અને ડેન્ટિસ્ટ્રી ટેકનિકો ઓફર કરાશે. ગલ્ફ ડેન્ટેક્સ ૨૦૧૮ના સાયન્ટિફિક પ્રોગ્રામમાં ૬૦ આંતરરાષ્ટ્રીય વક્તા અને ૧૦૦૦ મોવડીઓ રહેશે, જ્યારે પ્રદર્શનમાં ૨૫ દેશના ૨૫૦ પ્રદર્શનકારીઓ રહેશે. આઈડીએના માનદ્ મહાસચિવ ડો. અશોક ઢોબળેએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ડેન્ટલ ઉદ્યોગમાં ગુણવત્તાયુક્ત દંત સેવાઓ માટે વધતી ભૂથ સાથે ઉછાળો જોવા મળ્યો છે. ઉચ્ચ કક્ષાનો ઉપચાર ચાહનારાએ વૈશ્વિક આરોગ્ય સંભાળ પ્રદાતાઓ અને પ્રદેશના રિટેઈલરોને આકર્ષ્યા છે. ગલ્ફ ડેન્ટેક્સ ૨૦૧૮નું લક્ષ્ય આરોગ્ય પ્રદાતાઓ સાથે મુખની આરોગ્ય સંભાળની સંપૂર્ણ ક્ષિતિજને એક છત હેઠળ લાવવાનું છે.

યુએઈ દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા તબીબી પર્યટન કેન્દ્રમાં સ્થાન ધરાવે છે અને હાલના ૨૩ અબજ ડોલર પરથી ૨૦૨૧ સુધી ૨૮ અબજ ડોલરની કુલ આરોગ્ય ખર્ચની ફાળવણી સાથે દુનિયામાં ટોચનું સ્થળ બની રહેશે. વૈશ્વિક દંત ક્ષેત્ર ૨૦૧૬માં ૨૫.૪૫ અબજ ડોલરનું હતું, જે ૨૦૨૧ સુધી ૩૫.૩૫ અબજ ડોલરે પહોંચવાની ધારણા છે.

;