NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જુઓ Video, વિશ્વમાં સાયબર આતંક ફેલાવનાર ચંડાળ ચોકડી, 3 દિવસમાં ખંખેર્યા 60,000 ડોલર

જુઓ Video, વિશ્વમાં સાયબર આતંક ફેલાવનાર ચંડાળ ચોકડી, 3 દિવસમાં ખંખેર્યા 60,000 ડોલર

 | 11:11 am IST

સમગ્ર વિશ્વમાં ખૌફ ફેલાવનારા ડીજીટલ ગેંગસ્ટર્સ એટલી હદે બેખૌફ છે કે તેઓ લૂંટેલા રૂપિયાની તમામ માહિતી દુનિયા સમક્ષ મૂકી રહ્યા છે. સમગ્ર વિશ્વના સાયબર સુરક્ષા તંત્ર પર તેમની આ હરકતે સવાલો ઉભા કરી દીધા છે. ત્યારે આવો અમે તમને આ લૂંટારાઓની ખંડણીની માહિતી અંગે જણાવીશું. રેયાન, વિલેઝર, ક્રિશિફિક્સ અને ક્રિશ નામના 4 સભ્યોની ચંડાળ ચોકડી સાયબર એટેકથી સમગ્ર દુનિયાને બાનમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ ચંડાળ ચોકડીએ ફક્ત ત્રણ જ દિવસની અંદર લોકો પાસેથી ખંડણીના 60,000 ડોલર્સ ખંખેરી લીધા છે. એટલું જ નહી સમગ્ર વિશ્વના સાયબર સુરક્ષા તંત્રની મજાક કરતા હોય તે રીતે આ ડિજીટલ ગેંગસ્ટર્સ તેમના તમામ ટ્રાન્ઝેક્શન્સની માહિતીનો ડેટા પણ લાઇવ અપડેટ કરે છે. ટ્વીટર થકી તેઓ લૂંટેલા રૂપિયાની તમામ માહિતી દુનિયા સમક્ષ મુકે છે.