global-retailers-to-buy-stake-in-future-group
  • Home
  • Business
  • ફ્યૂચર ગ્રુપને ખરીદવા ગૂગલ, અલીબાબા અને એમેઝોન વચ્ચે તગડી હરીફાઈ

ફ્યૂચર ગ્રુપને ખરીદવા ગૂગલ, અલીબાબા અને એમેઝોન વચ્ચે તગડી હરીફાઈ

 | 12:11 pm IST

દસ દિવસ પહેલાં જ દેશના રિટેલ દિગ્ગજ ફ્યૂચર ગ્રૂપના પ્રમોટર કિશોર બિયાનીએ 10 ટકા હિસ્સો વેચ્યો હતો 28,00થી 3,000 કરોડ એકઠા કરવાનો નિર્ણય કર્યો હતો. હવે વિશ્વના રિટેલ દિગ્ગજો જેવાકે Google, Amazon, Alibaba અને વોલમાર્ટ વચ્ચે આ ભાગીદારી મેળવવાની જાણે કે હોડ લાગી છે.

રિટેલની દુનિયાના જાણકારોએ દાવો કર્યો છે કે આ ડીલથી ભારતનમાં રિટેલ બિઝનેસનું ભવિષ્ય નક્કી થશે. અત્યારે ફ્યૂચર ગ્રુપ પાસે દેશમાં 1034 રિટેલ સ્ટોર, કુલ 14.5 મિલિયન સ્ક્વેર ફિટ રીટેલ સ્પેસ સાથે 500 કરોડ ગ્રાહકો પ્રતિ વર્ષ નોંધાયા છે.

ફ્યૂચર ગ્રુપના શેરોને ખરીદવા માટે બે દિગ્ગજ ગૂગલ અને પેટીએમ રેસમાં છે. જ્યાં પેટીએમ દ્વારા ચીનની રિટેલ અગ્રણી અલીબાબા ભારતમાં ઑફલાઇન રીટેલમાં પ્રવેશ કરવા આગળ આવી છે Googleની નજર ઑનલાઇન સાથે સાથે ઑફલાઇન પર પણ છે

કરોડોનું ટર્ન ઓવર આજે પણ રિટેલ ક્ષેત્રે હોવાથી ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન સ્ટોર માર્કેટમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. આથી તમામ અગ્રણી કંપનીઓ હવે રિટેલ ક્ષેત્રે પણ ઝંપલાવી પોતાનું કદ વધારવા પ્રયાસો કરે છે.

અલીબાબા ભારતીય બજારમાં પેટીએમમાં ભાગીદારી કરી પ્રવેશી ચુક્યુ છે. આ મોબાઈલ ટ્રાન્ઝેક્શન પ્લેટઓર્મ પર અલીબાબા અને સોફ્ટબેંક હાજર છે. દેશમાં ઈ-કોમર્સ માર્કેટમાં પેટીએમ ત્રીજા નંબર પરનો ખેલાડી ગણાય છે. પેટીએમનું માર્કેટ 2 બિલિયન ડૉલરને આંબી ગયું છે. ગૂગલ ચીનની ઇ-કૉમર્સ કંપની જેડી ડોટ કોમમાં 550 મિલિયન ડોલરનુ રોકાણ કરીચુકયું છે.