આ છે અમેરિકનો પણ લોહી છે ભારતીય, જાણો તેમની સિદ્ધિ - Sandesh
  • Home
  • Nri
  • આ છે અમેરિકનો પણ લોહી છે ભારતીય, જાણો તેમની સિદ્ધિ

આ છે અમેરિકનો પણ લોહી છે ભારતીય, જાણો તેમની સિદ્ધિ

 | 10:15 am IST

અમેરિકાના કેલિફોર્નિયાના સેનેટર મૂળ ભારતીય કમલા હેરિસને પ્રતિષ્ઠિત ફોરેન પોલિસી મેગેઝિનના 2017ના ગ્લોબલ થિંકર્સની યાદીમાં ટોચનું સ્થાન મળ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં અમેરિકાના રાજદૂત નિક્કી હેલી તથા સ્ટેન્ડ અપ કોમેડિયન હસન મિનહાજને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. જૂદા જૂદા ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનારાઓને આ યાદીમાં સ્થાન અપાય છે. નિક્કી હેલી ભારતીય-અમેરિકી સિખ પરિવારના સભ્ય છે.

ગ્લોબલ થિકર્સની વાર્ષિક યાદી જારી કરતાં ફોરેન પોલિસીએ જણાવ્યું હતું કે યાદીમાં 2017માં અસાધારણ સિદ્ધિ મેળવનારા લોકોનો સમાવેશ કરાયો છે. યાદીમાં આ વખતે 100ને બદલે 50 લોકોને જ સ્થાનઅપાયું છે.

સામયિકે વધુમાં જણાવ્યું હતું કે કમલા હેરિસે યાદીમાં સ્થાન મેળવતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં ડેમોક્રેટિક પાર્ટી માટે આશાનું કિરણ છે. કમલા માતા ભારતીય અને તેમના પિતા જમૈકાના છે. અમેરિકી સેનેટમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ ભારતીય-અમેરિકન છે. તેઓ એકમાત્ર અશ્વેત સેનેટર પણ છે. તેમને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવારના દાવેદાર તરીકે પણ જોવામાં આવે છે.