NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગ્લોબલ વોર્મિંગને કારણે સફેદ એન્ટાર્કટિકા હરિયાળું થવા માંડયું!

ગ્લોબલ વોર્મિંગને કારણે સફેદ એન્ટાર્કટિકા હરિયાળું થવા માંડયું!

 | 2:25 am IST

નવી દિલ્હી :

શું ૨ અબજ વર્ષ પહેલાંનો સર્વનાશનો કાળ ફરી આવી રહ્યો છે? જો જળ-વાયુ પરિવર્તનની અસર ક્યાંક જોવી હોય તો એન્ટાર્કટિક તરફ નજર નાખવાની જરૂર છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે બરફની મોટી ચાદરથી ઢંકાયેલા આ ખંડનો નકશો જ બદલી નાખ્યો છે. અહીં ધીરે ધીરે બરફની સફેદીને બદલે લીલાશ દેખાવા માંડી છે. ૧૯૫૦ના દાયકામાં જ એન્ટાર્કટિકાનું તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારથી લઇને અત્યાર સુધી દરેક દાયકામાં અહીં તાપમાન લગભગ અડધો ડિગ્રી સેલ્સિયસની ઝડપે વધી રહ્યું છે. બાકી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગને કારણે વધતાં સરેરાશ તાપમાનની સરખામણીએ અહીં વધુ છે.

કેમ્બ્રિજ યુનિર્વિસટી અને બ્રિટિશ એન્ટાર્કટિકા સરવેના સંશોધનકર્તાઓએ મળીને એન્ટાર્કટિકા પર છેલ્લાં ૧૫૦ વર્ષ દરમ્યાન ઊગતી કાઈ અને શેવાળનો અભ્યાસ કર્યો હતો. આ શોધમાં ભાગ લેનારા ડોક્ટર મેટ એમ્સબ્રેએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે એર્ન્ટાિટકા ઉપર વધુ પડતા નાટકીય ફેરફાર થઇ રહ્યા છે, સરેરાશ જોઇએ તો ૧૯૫૦ની સાલ પહેલાં અને પછી કાઈ અને શેવાળ ઊગવાની ઝડપમાં ૪થી ૫ ઘણો વધારો થયો છે.

કિરણોત્સર્ગની અસર ધરતી પર કાયમી રહેશે!

જળ-વાયુ પરિવર્તન ઉપરાંત પર્યાવરણ ઉપર અન્ય ઘણાં ગંભીર સંકટ છે. પ્લાસ્ટિકનો કચરો, જીવોની પ્રજાતિઓનું ઝડપથી વિલુપ્ત થવાની ઘટમાળ, જીવાશ્મિ ઇંધણમાંથી પેદા થતો ધુમાડો અને પરમાણુ શસ્ત્રોનાં પરીક્ષણ દરમ્યાન નીકળતા રેડિયોધર્મી પદાર્થોના કણ ધરતી પર ભવિષ્યમાં બનનારા પથ્થરો પર હંમેશ માટે પોતાનાં નિશાન બનાવી દેશે. આ તમામની અસર ધરતી પર કાયમ માટે રહી જશે.

૧૯૫૦ પછી અહીં કાઈ અને શેવાળ ઊગવાની ઝડપ વધી છે. દરેક વર્ષે પાછલાં વર્ષની સરખામણીએ ૪થી ૫ ઘણી વધુ શેવાળ અહીં ઊગે છે. બ્રિટનના શોધકર્તાઓએ એન્ટાર્કટિકામાં લગભગ ૧,૦૦૦ કિલોમીટરના વિસ્તારમાં ૩ સ્થળોએ અભ્યાસ કર્યા બાદ આ તારણ કાઢયું છે. વિજ્ઞાનીઓ હવે એ વાત ઉપર વિચાર કરે છે કે શું ૧૯૫૦ને ધરતી પર નવા ભૂવૈજ્ઞાનિક યુગની શરૂઆતનું વર્ષ માનવામાં આવે છે, જો એમ હોય તો એમ માની શકાય કે ૧૯૫૦ના દાયકાથી દુનિયામાં ક્લાઇમેટ ચેઇન્જના દુષ્પ્રભાવ સ્ષ્ટપણે દેખાવા માંડયો છે.

1
;