આ રીતે કરો ‘સોડા વોટર’નો ઉપયોગ, અને મેળવો સુંદર ત્વચા

748

લાઇફમાં દરેક માણસ સુંદર દેખાવવા માંગે છે. તેથી મોટાભાગના લોકો કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે આવી વસ્તુઓને યુઝ કરવાથી સાઈટ-ઈફેક્ટ્સ પણ થઈ શકે છે. આમ, જો તમે આ બધી બહારની પ્રોડક્ટસનો ઉપયોગ કરવા ના ઇચ્છતા હોવ તો આ ઓપ્શન તમારા માટે છે એકદમ બેસ્ટ. તો આજે અમે આ ઘરેલુ નુસ્ખામાં તમને જણાવીશું કે, સોડા વોટરથી કેવી રીતે રાખી શકો તમે તમારો ચહેરો એકદમ મસ્ત-મસ્ત…

આ રીતે કરો સોડા વોટરનો ઉપયોગ
એક ચમચી સોડા વોટરમાં એક ચમચી પાણી મિક્સ કરો. ત્યારબાદ રૂની મદદથી તેને તમારા ચહેરા પર લગાવો. આ ઉપરાંત તમે તમારો ચહેરો સોડા વોટરમાં 5 થી 10 સેકન્ડ સુધી ડુબાડીને રાખી શકો છો. ત્યારબાદ તમે ટોવેલથી તમારો ચહેરો હળવા હાથે લૂંછી લો. આવુ અઠવાડિયામાં 1-2 વાર જરૂર કરો.

સોડા વોટરથી આ સમસ્યાઓ થાય છે દૂર
1. પિંપલ્સ અને બ્લેકહેડ્સ દૂર કરે
સોડામાં કાર્બન ડાયોક્સાઈડથી બનનારા બબલ્સ હોય છે, જે સ્કિન અને પોર્સમાં રહેલા ડેડ સ્કિનને ખતમ કરે છે અને સ્કિનને અંદરથી સાફ કરી દે છે.

2. કરચલીઓથી છૂટકારો મળે
જો તમે રેગ્યુલરલી સોડા વોટરનો ઉપયોગ કરશો તો તમે કરચલીઓથી છૂટકારો મેળવી શકો છો.

3. ગ્લોઈંગ સ્કિન
સોડા વોટરનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો આવે છે. અને બધા કરતા એકદમ સ્માર્ટ દેખાવો છો.