NIFTY 9,665.80 -8.75  |  SENSEX 31,360.63 +-8.71  |  USD 64.5850 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sabarkantha - Aravali
  • જિલ્લામાં આજે ધો.૧૦-૧ર ગણિત અને અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા

જિલ્લામાં આજે ધો.૧૦-૧ર ગણિત અને અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા

 | 6:39 am IST

બાયડ, તા.૧૯

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે ધો.૧૦ અને ધો.૧ર વિજ્ઞાાન પ્રવાહ સેમેસ્ટર-૪ની ગણિત અને ધો.૧ર સામાન્ય પ્રવાહના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાશે. જેના કારણે શિક્ષણ વિભાગ અને છાત્રોની અગ્નિ પરીક્ષા જેવી સ્થિતિ ઉભરી છે. ગણિત વિષય અનેક છાત્રો માટે કંટાળાજનક રહ્યો છે ત્યારે ધો.૧૦-૧ર ના પ૦ હજારથી વધુ છાત્રો માટે ગણિત વિષયનું પ્રશ્નપત્ર કેવું નિકળશે તેને લઈને તણાવની સ્થિતિ સામે આવી છે. જિલ્લામાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોકલવામાં આવેલી વિઝીલન્સ સ્કવોર્ડના રીપોર્ટીંગ પછી જિલ્લાના તમામ ૯૩ પરીક્ષા કેન્દ્રો ઉપર બાજનજર રાખવા સાબરકાંઠા, અરવલ્લી ડી.ઈ.ઓ.ને વિશેષ સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું છે. હવે બોર્ડ પરીક્ષા તેના મધ્ય પડાવમાં આવી છે ત્યારે સાબરકાંઠામાં ગેરરીતીના ૩ કિસ્સા શિક્ષણ વિભાગના દફતરે નોંધાયા છે. સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર માધ્યમિક શિક્ષણ બોર્ડની સીધી નજર ટેકવાયેલી છે તેમ છતાં શુક્રવાર-શનિવારે યોજાયેલી બોર્ડ પરીક્ષા દરમ્યાન કેટલાક પરીક્ષા કેન્દ્રો બાબતે ફરિયાદ ઉઠયા પછી ડી.ઈ.ઓ. દ્વારા કેન્દ્ર સંવાહકોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ટુંકમાં આજે સ્કોરીંગ અને અઘરા ગણાતા વિષયની બોર્ડ પરીક્ષા હોવાથી છાત્રો અને વાલીઓમાં પરીક્ષાની પૂર્વ સંધ્યાએ તણાવનો માહોલ જોવા મળ્યો છે.