Go Air deduct employee salary due to shut down, Coronavirus
  • Home
  • Business
  • ‘કોરોના’ ઇફેક્ટ: લોકડાઉન રહેતા કંપનીમાં કામકાજ ઠપ્પ, હવે કર્મચારીઓના કાપશે પગાર!

‘કોરોના’ ઇફેક્ટ: લોકડાઉન રહેતા કંપનીમાં કામકાજ ઠપ્પ, હવે કર્મચારીઓના કાપશે પગાર!

 | 9:14 pm IST

હાલ ચીનથી ફેલાયેલ કોરોના વાયરસથી આખી દુનિયા લડી રહી છે. ત્યારે ભારતમાં પણ આ વાયરસે પગપેસારો કર્યો છે. કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી છે. ત્યારે લોકડાઉન રહેતા અમુક સેક્ટરને છોડી મોટાભાગે સેક્ટર્સમાં કામકાજ બંધ છે.

કામકાજ બંધ રહેતા એવા સેક્ટર્સને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. આવા સેક્ટર્સમાંથી એક છે એરલાઇન સેક્ટર. કોરોના વાયરસના કારણે હાલ દેશમાં ઇન્ટરનેશનલ સરહદ બંધ છે અને ઘરેલુ મુસાફરી પર પણ રોક લગાવવામાં આવી છે. જેથી એરલાઇન કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હવે એવી પરિસ્થિતિઓમાં મીડિયા રિપોર્ટ મુજબ ગોએર કંપનીએ પોતાના કર્મચારીઓની માર્ચ મહિનાની સેલરીમાં કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસના કારણે લોકડાઉન થતા કંપનીમાં કામકાજ ઠપ્પ છે. તેથી કંપનીને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે ગોએર એ હવે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે અન્ય કેટલાક ઉપાય પણ કર્યા છે. માહિતી મુજબ કંપનીએ મોટા પદ પર કામ કરી રહેલા અધિકારીઓના પગારમાંથી 50 ટકા કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. સાથે કંપનીએ જણાવ્યું કે ઓછી સેલરીવાળા કર્મચારીઓને ઓછું નુકસાન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: સ્થાનિક લોકો સાથે સંદેશે કબુતરો માટે કરી પાણી અને દાણાની વ્યવસ્થા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન