goa-priest-tried-to-kiss-me-in-temple-medical-student
  • Home
  • Nri
  • ‘મંદિરમાં મને કિસ કરવા માંગતા હતા પુજારી’

‘મંદિરમાં મને કિસ કરવા માંગતા હતા પુજારી’

 | 3:39 pm IST

ગોવાના એક મંદિરમાં પુજારી દ્વારા મેડિકલ વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે, જો કે, શ્રી મંગુણશી મંદિરનું કહેવું છે કે આરોપો પર હાલ પર્યાપ્ત પુરાવા મળ્યા નથી. ગોવાની મૂળની મેડિકલ યુવતીએ અમેરિકા પહોંચીને પુજારીના કથિત દુર્વ્યવહારનો ખુલાસો કર્યો હતો.

‘પ્રદક્ષિણાના બહાને નજીક બોલાવી’
દક્ષિણ ગોવાના મંગેશી ગામમાં સ્થિત મંદિરની પ્રબંધ સમિતિ શ્રી મંગુએશ દેવસ્થાનને આપેલી પોતાની ફરિયાદમાં યુવતીએ કહ્યું કે, 22 જૂને તે પોતાના માતા-પિતાની સાથે મંદિરના દર્શન કરવા પહોંચી હતી. મંદિર સમિતિને સોંપવામાં આવેલી પોતાની ફરિયાદમાં પીડિત વિદ્યાર્થીનીએ કહ્યું કે, મંદિરના ગર્ભગૃહના બહારી વિસ્તારમાં સ્થિત લૉકર એરિયામાં પહોંચીને તેમને મને પ્રદક્ષિણા કરવા કહ્યું હતું. તેમને ઈશારો કરીને મને તેમની પાસે બોલાવી અને પોતાના બન્ને હાથ મારા ખભા ઉપર મૂકી દીધા હતા. ત્યારબાદ તેમને મને કમરથી જોરથી પકડી હતી અને કિસ કરવાની કોશિશ કરી હતી.

મુંબઈ પહોંચીને માતાને જણાવી આપવીતી
પીડિત વિદ્યાર્થીનીનું કહેવું છે કે, મંદિરના પુજારીના આવા બિભત્સ વર્તનથી તે સદમામાં આવી ગઈ હતી. તેને પોતાની જાતને સાચવીને તમામ ઘટનાક્રમ પોતાની માતાને જણાવી હતી. યુવતીનું કહેવું છે કે, તપાસ હેઠળ મંદિર કમિટીએ 22 જૂનના સીસીટીવી ફૂટેજની જરૂર તપાસ કરવી જોઈએ.

મંદિર કમિટીને ના મળ્યા પુરાવા
પીડિતાને જવાબ આપતા મંગુએશ દેવસ્થાન સમિતિના સચિવ અનિલ કેંકરેએ 11 જુલાઈએ લખ્યું કે પ્રબંધ સમિતિની 4 જુલાઈએ મળેલી તાત્કાલિક બેઠક દરમ્યાન તેમની ફરિયાદ પર ચર્ચા કરવામાં આવી હતી. કેંકરેએ કહ્યું, આરોપોની તપાસ દરમ્યાન કમિટીને પ્રથમ દ્દષ્ટીએ વિશ્વાસ લાયક એક પણ પુરાવો મળ્યો નથી. સાથે તેમને કહ્યું કે, જો તે સંતુષ્ટ ના હોય તો, કોઈ યોગ્ય ઓર્થોરિટી સામે પોતાની ફરિયાદ રાખી શકે છે.