ગોવાના સંઘના વડા બરતરફ થયા, નવો પક્ષ સ્થાપશે - Sandesh
  • Home
  • Featured
  • ગોવાના સંઘના વડા બરતરફ થયા, નવો પક્ષ સ્થાપશે

ગોવાના સંઘના વડા બરતરફ થયા, નવો પક્ષ સ્થાપશે

 | 12:44 am IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગોવા એકમના વડા સુભાષ વેલિંગકરને સંઘે બરતરફ કર્યા છે. તેમણે સ્થાનિક ભાષાના ઉપયોગને મુદ્દે ભાજપની ટીકા કરવા ઉપરાંત ભાજપના અધ્યક્ષ અમિત શાહને તાજેતરમાં કાળા વાવટા બતાવ્યા હતા. વેલિંગકરે પ્રાદેશિક ભાષાના ઉપયોગને પ્રોત્સાહન અને અંગ્રેજી માધ્યમની શાળાઓને રાજ્ય સરકાર દ્વારા અપાતા મહત્ત્વના વિરોધમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ નવો પક્ષ રચવાની યોજના હોવાનું જાહેર કર્યું હતું.

નાગપુર ખાતેના સંઘનાં મુખ્યાલય તરફથી વેલિંગકરને તેમને ગોવા વિભાગ સંઘચાલકપદેથી દૂર કરવાના આદેશ મંગળવારે મળ્યા હતા. સંઘના અખિલ ભારત પ્રચારપ્રમુખ મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે વેલિંગકર રાજકીય પ્રવૃત્તિમાં ઝંપલાવવા ઇચ્છે છે તેથી તેમને તેમની જવાબદારીથી મુક્ત કરવામાં આવ્યા છે. સંઘના નેતા તરીકે તેઓ આવું ના કરી શકે. ગોવા વિભાગના નવા સંઘવડાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

વેલિંગકર ભારતીય ભાષા સુરક્ષા મંચનું નેતૃત્વ કરતા આવ્યા છે. રાજ્યની ભાજપ સરકારે અંગ્રેજી માધ્યમની શાળાઓને પ્રોત્સાહન આપવાનું શરૃ કરતાં તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તેમના વિરોધના ભાગરૃપે સંગઠને અધ્યક્ષ અમિત શાહને કાળા વાવટા દેખાડયા હતા. 20 ઓગસ્ટે અમિત શાહ બામ્બોલિનની મુલાકાતે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન