GoC of Indian Army Ranbir Singh visit to LOC Jammu kashmir
  • Home
  • Featured
  • તંગદિલી વચ્ચે લેફ્ટ. જનરલે લીધી LOCની મુલાકાત, કહ્યું- PoKના લોકોને પાકિસ્તાન…

તંગદિલી વચ્ચે લેફ્ટ. જનરલે લીધી LOCની મુલાકાત, કહ્યું- PoKના લોકોને પાકિસ્તાન…

 | 11:01 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી છે. તાજેતરમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને લાઇન ઓફ કંટ્રોલ(એલઓસી)ની મુલાકાત પણ લીધી હતી. જ્યારે બીજી તરફ પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ કરી રહી છે. આ પરિસ્થિતિઓ વચ્ચે શનિવારે નોર્દર્ન કમાંડના જનરલ ઓફિસર કમાંડિંગ ઇન ચીફ લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે પણ એલઓસીની મુલાકાત લીધી.

લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે રાજૌરીના સુંદરબની સેક્ટરના એડવાન્સ ચેકપોઇન્ટ્સનું નિરીક્ષણ કર્યું. નોર્દર્ન કમાંડના જનરલ ઓફિસર કમાંડિંગ ઇન ચીફે કહ્યું કે સરહદ પાર કેટલાક એવા નેતા છે જે પાક અધિકૃત કાશ્મીરના લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યું કે પાક સેના પીઓકેના લોકોને એલઓસીના નજીક આવવા માટે ઉપયોગ કરવાની કોશિશ કરી રહી છે.

લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહે કહ્યું કે ભારતીય આર્મી કોઈ પણ પરિસ્થિતિમાં એલઓસી પર દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે. ઉપરાંત એલઓસી પર થતી ઘુસપેઠની સતત કોશિશો વિશે તેમને કહ્યું કે દરેક પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભારતીય સેનાએ બે પાકિસ્તાની ઘુસણખોરોને પકડી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ એલઓસી નજીક પાક સેનાની મૂવમેન્ટ વધી છે. ઉપરાંત થોડા દિવસ પહેલા પીઓકેમાં સૈનિકોના એકત્ર થવાની માહિતી પણ મળી હતી. તેથી આ પરિસ્થિતિઓમાં લેફ્ટિનેંટ જનરલ રણબીર સિંહની આ એલઓસી મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓ: રક્ષામંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન