ભગવાન વડાપ્રધાન મોદીને અજ્ઞાનતામાંથી સ્વાતંત્ર્ય આપજોઃરાહુલ ગાંધી - Sandesh
  • Home
  • Featured
  • ભગવાન વડાપ્રધાન મોદીને અજ્ઞાનતામાંથી સ્વાતંત્ર્ય આપજોઃરાહુલ ગાંધી

ભગવાન વડાપ્રધાન મોદીને અજ્ઞાનતામાંથી સ્વાતંત્ર્ય આપજોઃરાહુલ ગાંધી

 | 6:54 pm IST

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યાલયના ખાતમુહુર્ત દરમિયાન કરેલા સંબોઘન “કોઈપણ અન્ય પાર્ટી કરતા ભાજપે આપ્યા છે વધું બલિદાન” વિવાદનો વંટોળ પેદા કરી દીધો છે. આજે આ મામલે રાહુલ ગાંધીએ પણ અલગ અંદાજમાં મોદીની ઝાટકણી કાઢી હતી.  રાહુલ ગાંધીએ પ્રાર્થના કરીને ભગવાન વડાપ્રધાનને અજ્ઞાનતામાંથી સ્વાતંત્ર્ય આપે તેવી માંગણી કરી હતી.

અસતો મા સત ગમય તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર મા અમૃતમ્ ગમય, ઓમ શાંતિ શાંતિ શાંતિ।

જેનો અર્થ છે કે મને અજ્ઞાનતામાંથી સત્ય તરફ લઈ જાઓ, મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ, મૃત્યુ માંથી અમૃત તરફ લઈ જાઓ અને આ વિશ્વમાં તમામ આત્માઓને શાંતિ અર્પો. આ વાત કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા બે ટ્વીટ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

ઉલ્લેખનય છે કે રાહુલ ગાંધીએ ગુરુવારે નરેન્દ્ર મોદીએ પાર્ટીની નવી ઓફસ માટે કરેલા ખાતમુહુર્ત દરમિયાન આપેલી સ્પીચ અંગે આ  કામેન્ટ કરી હતી. આ ઉદબોધનમાં મોદીએ કહ્યું હતુંકે પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવેલા દરેક પગલાંને નકારાત્મકતાથી જોવામાં આવ્યો હતો. અનેક ભાજપમાંથી ચૂંટણી લડનારાઓની ડિપોઝિટ જપ્ત થઈ હોવાનુ અને ભાજપે સ્વતંત્રતા પછી કોંગ્રેસે બ્રિટિશ સમયગાળામાં આપેલા બલિદાનો કરતાં પણ વધુ બલિદાનો આપ્યા હોવાની વાત કરી હતી.

આ મામલે કોગ્રેસના તેજીલા તોખાર આનંદ શર્મા કૂદી પડ્યા હતા અને તેમણે આ ટિપ્પણી ભારતના સ્વાતંત્ર્ય સેનાનીના અપમાન સમાન ગણાવી તાત્કાલિક જાહેર ધોરણે વડાપ્રધાન માફી માંગે તેવી માંગણી કરી ચૂક્યા છે.

આનંદ શર્માએ આ ટિપ્પણી મોદીની સૌથી મોટી ભૂલ ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન