Video : શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી સાથે જોડાયેલી એક સુંદર કથા - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી સાથે જોડાયેલી એક સુંદર કથા

Video : શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજી સાથે જોડાયેલી એક સુંદર કથા

 | 3:20 pm IST

એકવખત મચ્છેન્દ્ર નાથ રામેશ્વરમમાં આવે છે અને રામસેતુ જઈને પ્રસન્ન થાય છે. રામજીની ભક્તિમાં લીન બનીને સમુદ્રમાં સ્નાન કરવા લાગે છે. ત્યારે ત્યાં હનુમાનજી એક વૃદ્વ વાનરનાં રૂપમાં ત્યાં બેઠા હોય છે. તેની નજર મચ્છેન્દ્ર નાથ પર પડે છે. હનુમાનજી જાણતા હતા કે મચ્છેન્દ્ર નાથ એક સિદ્વ યોગી હતાં. છતાં હનુમાનજી તેમની શક્તિની પરીક્ષા લેવા માંગતા હતાં.

હનુમાનજીએ પોતાની લીલા શરૂ કરી. અચાનક ખૂબ જ વરસાદ ચાલુ થયો. આ જોઈને વાનર રુદ્યા હનુમાન વરસાદથી બચવા માટે એક પહાડ પર પ્રહાર કરે છે અને ત્યાં ગુફા બનાવવાની કોશિષ કરે છે. આ બધુ મચ્છેન્દ્રનાથ જુએ છે. તેઓ હનુમાનજીને કહે છે કે હે વાનર,, તું મૂર્ખતા કરે છે. જ્યારે તરસ લાગે ત્યારે કૂવો ના ખોદાય. રહેઠાણની વ્યવસ્થા પહેલાથી જ કરી લેવી હતી. આ સાંભળીને હનુમાનજી મચ્છેન્દ્રનાથજીને પૂછે છે કે આપ કોણ છો. મચ્છેન્દ્રનાથે કહ્યું કે હું સિદ્વ યોગી છું અને મને મંત્ર શક્તિ પ્રાપ્ત છે.

આ સાંભળીને વાનર રુદ્યા હનુમાનજી વિચારે છે કે મચ્છેન્દ્રનાથજીની શક્તિની પરીક્ષા કરવાનો આ ઉત્તમ સમય છે. તે મચ્છેન્દ્રનાથને કહે છે કે હનુમાનથી શ્રેષ્ઠ યોદ્વા અહીં કોઈ જ નથી. મારી ભક્તિથી પ્રસન્ન થઈને હનુમાનજીએ પોતાની એક ટકા શક્તિ મને પણ આપી છે. આપ મારી સાથે યુદ્વ લડીને બતાવો. નહી તો પોતાને સિદ્વ યોગી કહેવાનું બંધ કરી દો. મચ્છેન્દ્રનાથે આ પડકારનો સ્વીકાર કર્યો.

તે વાત પર યુદ્વ શરુ થાય છે. વાનર રુદ્યા હનુમાન હવામાં ઉડે છે અને એક બાદ એક એમ સાત પર્વત મચ્છેન્દ્રનાથ પર ફેંકે છે. પર્વતોને પોતાનાં તરફ આવતા જોઈને મચ્છેન્દ્રનાથે પોતાની મંત્ર શક્તિનો પ્રયોગ કરીને સાતેય પર્વતોને હવામાં સ્થિર કરી દીધા અને બાદમાં તેનાં મૂળ સ્થાને મૂકી દીધા. આ જોઈને બાહુબલી હનુમાન ગુસ્સે થાય છે. ત્યાં રહેલો મોટો પર્વત મચ્છેન્દ્રનાથ પર ફેકવા માટે હાથમાં લે છે. આ જોઇને મચ્છેન્દ્રનાથે સમુદ્રનાં પાણીનાં કેટલાક ટીપાં હાથમાં લઈને તેનાં પર વાતાકર્ષણ મંત્રનો પ્રયોગ કર્યો અને એ પાણીનાં ટીપાં હનુમાનજી પર ફેક્યા. પાણીનાં ટીપાનો સ્પર્શ થતાં જ હનુમાનજીનું શરીર આકાશમાં સ્થિર થઈ ગયું અને તે હલન ચલન માટે પણ અસમર્થ બની ગયા. તે મંત્રનાં કારણે થોડીવાર માટે હનુમાનજીની બધી શક્તિ ક્ષીણ થઈ ગઈ. આ કારણથી પર્વતનું વજન ઉંચકવું પણ ભારે થઈ ગયું.

હનુમાનજી તડપવા લાગ્યા. આ જોઈને હનુમાનજીનાં પિતા વાયુદેવ જમીન પર આવીને મચ્છેન્દ્રનાથ પાસે હનુમાનજીને છોડી દેવા માટે પ્રાર્થના કરે છે. વાયુદેવની પ્રાર્થનાથી મચ્છેન્દ્રનાથે હનુમાનજીને મુક્ત કરી દીધા. ત્યારે હનુમાનજી તેનાં વાસ્તવિક રુપમાં આવી ગયા અને તેણે મચ્છેન્દ્રનાથને કહ્યું કે હે મચ્છેન્દ્ર નાથ આપ સ્વયં નારાયણનાં અવતાર છો. એ હું જાણતો હતો. છતા આપની શક્તિની પરીક્ષા લેવાની ચેષ્ટા કરી ”મને માફ કરી દો”. આ સાંભળીને મચ્છેન્દ્રનાથ હનુમાનજીને માફ કરી દે છે.