ભગવાન કૃષ્ણની જન્મભૂમિ એવી  પ્રાચીન અને વિખ્યાત નગરી : મથુરા - Sandesh
  • Home
  • Kids Corner
  • ભગવાન કૃષ્ણની જન્મભૂમિ એવી  પ્રાચીન અને વિખ્યાત નગરી : મથુરા

ભગવાન કૃષ્ણની જન્મભૂમિ એવી  પ્રાચીન અને વિખ્યાત નગરી : મથુરા

 | 12:42 am IST

જન્માષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. આ પર્વ ભારત તથા વિદેશમાં આવેલા શ્રીકૃષ્ણના મંદિરમાં ખૂબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા નગરી વિશે માહિતી મેળવીએ.

ભગવાન કૃષ્ણની જન્મભૂમિ અને ભારતની પ્રાચીન વિખ્યાત નગરીમાં મથુરાનો સમાવેશ થાય છે. વાલ્મીકિજી એ રામાયણમાં મથુરાના નામનો ઉલ્લેખ મધપુરી તરીકે કર્યો છે. મથુરાનું મૂળ નામ મધુપુરી, મધુનગરી, શૂરસેન નગરી, મધુરી હતાં, જે અપભ્રંશ થઇ મથુરા નગરી તરીકે જાણીતું બન્યું. આ સમયને ભારતવર્ષમાં હિમાલય અને વિધ્યાંચલની વચ્ચેનો સમય માનવામાં આવે છે, પ્રાચીનકાળમાં આ સમયને આર્યવર્ત કહેવામાં આવતંુ હતું. ભારતીય સંસ્કૃતિ મુજબ જે ધારાઓએ એટલે કે ગંગા અને યમુના નદીના કિનારે ભારતીય સંસ્કૃતિમાં અનેક કેન્દ્રો બન્યાં તથા વિકસિત થયાં, જેમાં વારાણસી, પ્રયાગ, કૌશમ્બી, હસ્તિનાપુર વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે, આ સાથે તેમાં યમુના નદીને કિનારે આવેલ મથુરા નગરીનો પણ સમાવેશ કરવામાં આવે છે.

શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે શ્રીકેશવદાસજીની મૂર્તિ સ્થાપિત કરી, જેને ઓરંગઝેબના સમયમાં આ મંદિરને તોડયું હતું, જે ત્યાર બાદ કેશવદેવજીએ નવું મંદિર બનાવ્યું હતું. પ્રાચીન એટલે કે જૂના કેશવ મંદિરના સ્થાન પર કેશવકટરા તરીકે જાણીતું બન્યું, જ્યાંથી ખોદકામ દરમિયાન ઐતિહાસિક વસ્તુ પ્રાપ્ત થઇ. આ ઉપરાંત મથુરાનું સંગીત, લોકગીત અને કલા માટે પણ જગતભરમાં જાણીતી નગરી છે.

મથુરામાં સંગીતનું મહત્ત્વ વર્ષો પુરાણું છે, મથુરાનું પ્રાચીન મુખ્ય વાજિંત્ર વાંસળી છે. વાંસળી તો કૃષ્ણનું પણ પસંદગીય વાજિંત્ર હતું. જેના કારણે તે મુરલીધરના નામે પણ ઓળખાય છે.

[email protected]