God made business partner, put crores of rupees in donation box
  • Home
  • Videos
  • Featured Videos
  • ક્યાં છે મંદી? ભગવાનને બનાવ્યા બિઝનેસ પાર્ટનર, દાનપેટીમાં નાંખ્યા સવા કરોડ રૂપિયા

ક્યાં છે મંદી? ભગવાનને બનાવ્યા બિઝનેસ પાર્ટનર, દાનપેટીમાં નાંખ્યા સવા કરોડ રૂપિયા

 | 4:52 pm IST

રાજસ્થાનનાં પ્રસિદ્ધ સાંવલિયા સેઠ મંદિર (sanwaliya seth temple)માં રાખવામાં આવેલ દાનપેટીમાં એક મહિલા દ્વારા કરોડો રૂપિયા દાન કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ મહિલાએ દાન કરવા માટે લગભગ 50થી વધુ નોટોનો બંડલ પેટીમાં નાંખ્યા. આ દ્રશ્યને જોઇ મંદિરમાં હાજર શ્રદ્ધાળુંઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા. મહિલા તરફથી દાન કરવામાં આવેલ રકમ વિશે કોઇ માહિતી બહાર આવી નથી. જોકે એક અનુમાન અનુસાર સવા કરોડ રૂપિયાનું દાન મહિલા દ્વારા કરવામાં આવ્યું છે.

સાંવલિયા સેઠ મંદિર સાથે એક લોક માન્યતા પણ જોડાયેલ છે જે અનુસાર અહિંયા આવનારા ભક્ત સાંવલિયા સેઠને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે. આવામાં ઘણા બિઝનેસમેન પોતાની આવકનો એક મોટો ભાગ દાન પેટીમાં દાન કરે છે. આ જ કારણ છે કે, અહિંયાની દાન પેટીઓને ખોલવામાં આવે છે તો પાર્ટનર સાંવલિયા સેઠના ભંડારમાં કરોડો રૂપિયા અને સોના-ચાંદી મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન