Video : દર્શન કરો વિરમગામમાં આવેલા ભગવાન શ્રી સત્યનારાયણ મંદિરના - Sandesh
  • Home
  • Videos
  • Video : દર્શન કરો વિરમગામમાં આવેલા ભગવાન શ્રી સત્યનારાયણ મંદિરના

Video : દર્શન કરો વિરમગામમાં આવેલા ભગવાન શ્રી સત્યનારાયણ મંદિરના

 | 2:58 pm IST

આમ તો ગુજરાતમાં ઘણા ઓછા મંદિરો સત્યનારાયણ ભગવાનના આવેલા છે, પંરતુ વિરમગામ શહેરમાં ખુબ જ પૌરાણિક સત્યનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે કે જ્યાં વિરેશ્વર હનુમાજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા હતાં. આ મંદિર આશરે 150 વર્ષ જુનુ મંદિર છે. જેની સાથે ભકતોની અપાર આસ્થા પણ જોડાયેલી છે. જ્યાં ભગવાન શ્રી સત્યનારાયણની સાથે હનુમાનજીની અને મહાદેવના દર્શન થાય છે. તો આવો દર્શન કરીએ આ સુંદર મંદિરના.

એક લોક વાયકા પ્રમાણે વર્ષો પહેલા વિરમગામ સહિત માંડલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વિરમગામમાં હટાણુ કરવા આવતા ત્યારે પોતાનુ બળદ ગાડું આ મંદિર બહાર મૂકતા હતાં. ત્યારે આ જુનવાણી જગ્યાએ શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રતિમા હતી. જે વર્ષો જુની છે. બાજુમાં સ્વયંભૂ વિરેશ્ર્વર હનુમાનજી મહારાજ પણ પ્રાગટ્યમાન છે.

આ જગ્યા “બાવાની મઢી” તરીકે જાણીતી છે. હાલ જ્યાં મંદિર છે ત્યાં આજુબાજુ મોટીસંખ્યામાં દાઉદી વ્હોરા સમાજ વસે છે. આ વર્ષો જુની જગ્યા પણ વ્હોરા સમાજ દ્વારા જ દાન આપવામાં આવી છે. આ જગ્યા કોમી એકતાનું પ્રતિક ગણવામાં આવે છે. મંદિર પરિસરમાં શ્રી વિરેશ્વર મહાદેવજીની સ્થાપના કરવામાં આવી છે. આ એકજ મંદિરમાં ત્રિવેણી સંગમનો અનુભવ ભક્તોને થાય છે. આ મંદિર પરીસરમાં વિવિધ સેવાકિય પ્રવૃતિઓ જેવી કે અબોલ પશુઓને પાણી,પક્ષી ઓને ચણ ,કુતરાઓને રોટલા, વટેમાર્ગુ ઓને પાણીની સુવિઘા પુરી પડાય છે. વિરમગામ શહેરમાં આવેલું ભગવાન શ્રી સત્યનારાયણ મંદિરમાં સવાર-સાંજ આરતી થાય છે. દર પૂનમે સત્યનારાયણની કથાનું આયોજન થાય છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિરે શીશ નમાવી ઘન્યતાનો અનુભવ કરે છે.