રામ ગોપાલ વર્માની ફિલ્મનું ટ્રેલર રિલીઝ – Sandesh
NIFTY 10,378.40 +0.00  |  SENSEX 33,774.66 +0.00  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રામ ગોપાલ વર્માની ફિલ્મનું ટ્રેલર રિલીઝ

રામ ગોપાલ વર્માની ફિલ્મનું ટ્રેલર રિલીઝ

 | 1:56 pm IST

રામ ગોપાલ વર્માની ફિલ્મ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથનું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અમેરિકન પોર્ન સ્ટાર મિયા માલકોવા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું છે.

રામ ગોપાલ વર્માની આ ફિલ્મના માધ્યમથી મિયા માલકોવા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અત્યંત બોલ્ડ છે. ટ્રેલરમાં તે ફિલ્મના વિષય અંગે દર્શકોને જાણકારી આપી છે. એક સ્ત્રીની સેક્સુઅલ ઈચ્છાઓ વિશે મહાન હસ્તીઓએ કહેલા વાક્યો પણ ટ્રેલરમાં દર્શાવાયા છે. આ ટ્રેલરને રામ ગોપાલ વર્માએ તેના ટ્વિટર પર પણ શેર કર્યું છે. આ ટ્રેલરને લાખો લોકો જોઈ ચુક્યા છે. આ ફિલ્મની રિલીઝ ડેટ 26 જાન્યુઆરી 2018 છે. મહત્વપૂર્ણ છે કે તેના એક દિવસ અગાઉ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત રિલીઝ થવાની છે.