God Shiva gave this 5 life mantras to mata Parvati
  • Home
  • Astrology
  • ભગવાન શિવે કહેલા આ 5 ચમત્કારિક રહસ્યોને અપનાવશો, તો તમારું નસીબ ચમકી જશે

ભગવાન શિવે કહેલા આ 5 ચમત્કારિક રહસ્યોને અપનાવશો, તો તમારું નસીબ ચમકી જશે

 | 5:45 pm IST

ભગવાન શિવે અનેક અવસરો પર માતા પાર્વતીને માનવ જીવન સાથે જોડાયેલા અનેક રહસ્યો જણાવ્યા હતા. ભગવાન શિવે પાર્વતી માતાને જે પાઠ ભણાવ્યા, તે માનવ જીવન, પરિવાર અને લગ્નેત્તર જીવન માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે. ભગવાન શિવે માતા પાર્વતીને 5 એવા ચમત્કારિક રહસ્યો જણાવ્યા હતા, જેને સમજી લેવાથી તમારી જિંદગી બદલાઈ શકે છે.

માતા પાર્વતીએ પૂછ્યું હતં કે, માનવનો સૌથી મોટો ગુણ કયો, માનવો સૌથી મોટું પાપ કયું કરે છે. ભગવાન શિવે તેનો જવાબ એક સંસ્કૃત શ્લોક દ્વારા આપ્યો હતો. તેમણે કહ્યું કે, नास्ति सत्यात् परो नानृतात् पातकं परम्। દુનિયામાં માન-સન્માન કમાવવું, અને હંમેશા સત્ય વચન બોલવું સૌથી મોટો ગુણ છે. દુનિયામાં સૌથી મોટું પાપ બેઈમાની અને ધોખો કરવાનો છે. માનવીએ પોતાના જીવનમાં ઈમાનદાર રહેવું જોઈએ.

ભગવાન શિવે કહ્યું કે, માનવને પરિશ્રમની સાથે ખુદનું મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. માનવને હંમેશા પોતાના કૃત્યો અને વ્યવહાર પર ખુદ જ નજર રાખવું જોઈએ. કોઈએ પણ એવા કામોમાં લિપ્ત ન રહેવું જોઈએ, જે નૈતિક રીતે ખોટા હોય.

ભગવાન શિવે માતા પાર્વતીને જણાવ્યું હતું કે, કોઈએ પણ વાણી, કર્મ અને વિચારોના માધ્યમથી પાપ ન કરવા જોઈએ. એટલે કે પાપપૂર્ણ કર્મ ન કરવા જોઈએ અને વિચારો અને વાણીમાં પણ અશુદ્ધતા ન લાવવી જોઈએ. મનુષ્ય એ જ કાપે છે, જે વાવે છે. તેથી દરેકને પોતાના જીવનમાં કર્મો પ્રતિ વિશેષ સતર્ક રહેવું જોઈએ.

મોહ જ તમામ સમસ્યાઓનું મૂળ છે. મોહમાયા સફળતાના રસ્તામાં બાધા ઉત્પન્ન કરે છે. જ્યારે તમે દુનિયાના તમામ પ્રકારના મોહ-માયામાંથી મુક્ત થઈ જાઓ છો, તો તમને તમારી જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શક્તુ નથી. પરંતુ આખરે આ મોહથી બચવાનો શું ઉપાય છે?

આ વિશે ભગવાન શિવે કહ્યું કે, તમામ પ્રકારના માયાજાળથી બચવાનો માત્ર એક જ ઉપાય છે કે માનવ શરીરની ક્ષણભંગુરતાને સમજવામાં આવે અને તમારા મસ્તિષ્કને તે અનુસાર ઢાળવામાં આવે.

ભગવાન શિવે પાર્વતી માતાને જણાવ્યું હતુંકે, મૃગતૃષ્ણા તમામ કષ્ટોનો એકમાત્ર ઉપાય છે. માનવે એક બાદ બીજી ચીજવસ્તુઓ પાછળ ભાગવા કરતા ધ્યાનમાં મન લગાવવું જોઈએ. કર્મનું ચક્ર અને શરીરના બંધનમાંથી મુક્તિ માટે ધ્યાનનો અભ્યાસ કરતા રહેવો જોઈએ.